Connect Gujarat
આરોગ્ય 

કોરોના થયો હતો? તો સાવધાન! હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો મંડરાયો, જાણો કેવી રીતે ઓછા રિસ્કમાં કરવું કામ....

માત્ર કોરોના જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોતાને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમથી બચવા સતર્ક રહેવું જોઈએ

કોરોના થયો હતો? તો સાવધાન! હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો મંડરાયો, જાણો કેવી રીતે ઓછા રિસ્કમાં કરવું કામ....
X

ગુજરાતમાં કોરોનાના કહેર બાદ હવે હાર્ટ એટેકના કિસ્સાઓએ પણ કોરોના જેવો જ ડર પેદા કર્યો છે. યુવાનોમાં હાલતા-ચાલતા હાર્ટ એટેક આવી રહ્યા છે અને યુવાનોના મોત થઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મેડિકલ આલમ પણ ચિંતામાં છે જોકે હજુ હાર્ટ એટેકનું કારણ જાણી શકાયુ નથી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કહ્યું જે જે લોકોને કોવિડ થયો છે તેઓએ બે-ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરવાનું ટાળવું જોઈએ. કારણ કે કોવિડના દર્દીઓના હૃદયની ક્ષમતા પર અસર થઈ છે. જેથી સતર્ક રહેવું જોઈએ.

ગંદા કોલેસ્ટ્રોલ જે ધમનીઓમાં જમા થાય છે. પરીણામે એટેકની સમસ્યા વધે છે. દુનિયાની મોટાભાગની વસ્તી કોરોનાથી પ્રભાવિત થઈ છે. પરંતું માત્ર કોરોના જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોતાને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમથી બચવા સતર્ક રહેવું જોઈએ. સ્વસ્થ વ્યક્તિએ પણ મુશ્કેલથી કસરત ન કરવી જોઈએ. લાંબા સમય સુધી સખત ડાન્સ ન કરો. વધુમાં શરીરને કષ્ટ પડે તેવું કામ તાત્કાલિક ન કરવું જોઈએ.

બિનઆરોગ્યપ્રદ આહારની આદતોને લીધે ધમનીઓમાં ગંદા કોલેસ્ટ્રોલથી બનેલો ચીકણો પદાર્થ જમા થતો હોય છે. જો ધમનીઓમાં 70 ટકા સુધી તકતી હોય તો જ તે શોધી શકાય છે. તેથી, હાર્ટ એટેક અથવા સ્ટ્રોક વિશે હંમેશા સાવચેત રહેવું વધુ સારું છે. અચાનક શરીરને કષ્ટ પડતા ધમનીમાંની તકતી તૂટી જાય છે જે લોહીના ગંઠાવાનું નિર્માણ તરફ દોરી જાય છે અને આ અચાનક લોહીના પ્રવાહને અસર કરે છે. જેને લઈને એટેક અને સ્ટોક સહિતના રોગને ઉઘાડુ આમંત્રણ મળે છે.

· ધીમે ધીમેં કસરત કરવી

· પ્રથમ ધીમે ધીમે શરીરને કસરત માટે વિકાસ કરો

· કસરત માટે વધુ પડતા એનર્જી ડ્રિંકનો ઉપયોગ ન કરો.

· સ્વસ્થ આહાર લો. આ માટે મોસમી લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો, સૂકા ફળો, માછલી, બીજ વગેરેનું નિયમિત સેવન કરવું જોઈએ.

· સિગારેટ અને દારૂ, જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, વધુ પડતા તળેલા ખોરાક વગેરેનું સેવન ન કરવું જોઈએ.

Next Story