દહીં ખાંડ સાથે ભેળવીને ખાવું જોઈએ કે મીઠા સાથે? ફાયદા અને નુક્સાન જાણીને તમે પણ બદલી દેશો રીત

New Update

ભાગ્યે જ કોઈ હશે જેને દહીં નહીં ભાવતું હોય. દહીં ખુબ અલગ અલગ રીતે અને અલગ અલગ વાનગી સાથે ખવાય છે. લોકો દહીને સ્વાસ્થ્ય માટે પણ ખાય છે. તમને જણાવી દઈએ કે દહીં સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. દહીં ખાવાથી પાચનક્રિયા વધુ સારી થાય છે અને ત્વચા ચમકે છે.

દહીંમાં ભરપુર માત્રામાં વિટામિન્સ હોવાથી તેના ખુબ ફાયદા છે. દહીં ખાવાના ભલે ઘણા ફાયદા છે. પરંતુ તમારી ભૂલોના કારણે આ ફાયદા નુકસાનમાં પણ પરિણમે છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકોને દહીં ખાવાની સાચી રીત નથી ખબર હોતી. ક્યારે શેની સાથે અને કેટલી માત્રામાં દહીં ખાવું તે જાણવું ખુબ જરૂરી છે. ઘણા લોકો મીઠા અને ખાંડ સાથે દહીં ભેળવીને ખાય છે. પરંતુ ચાલો તમને જણાવીએ કે દહીંમાં ખાંડ ભેળવવી સારી કે મીઠું.

દહીં ખરેખરમાં તો આયુર્વેદિક ઔષધી છે. જેમાં આપણે મીઠું ભેળવીને ખાઈએ છીએ. ખરેખર તો આ રીતે ના ખાવું જોઈએ. કેમ કે દહીંમાં મીઠું ભળવાથી તે ઝેરનું કામ કરે છે. મીઠું જ્યારે દહીંમાં ભળે છે ત્યારે તેની અંદરના બેક્ટેરિયાને તે મારી દે છે. અને પછી દહીં ગુણકારી નથી રહેતું. તેથી દહીને હંમેશા ખાંડ, ગોળ વગેરે સાથે ભેળવીને ખાવું જોઈએ. જો તમે દહીં સાથે ખાંડ ભેળવીને ખાઓ છો, તો તે ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દહીં-મિશ્રી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

દહીં-ખાંડ ખાવાની પ્રથા આપણા દેશમાં સદીઓ જૂની છે. તેથી, જન્માષ્ટમી પર, ભગવાન કૃષ્ણને દહીં-મિશ્રી અર્પણ કરવામાં આવે છે. જૂના જમાનામાં લોકો દહીંમાં ગોળ ખાતા હતા. મીઠું ઉમેરીને કોઈ દહીં ખાતું નહોતું.ગરમી અથવા ભેજને કારણે પરસેવાની દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે દહીં ઉત્તમ ઉપાય છે. ગરમીમાં દહીં ખાવું ફાયદાકારક રહે છે. કેમ કે દહીં ઠંડો ખોરાક માનવામાં આવે છે. જો તમને શરદી, કફ, તાવની સમસ્યા છે તો દહીં ન ખાવું જોઈએ. અહેવાલોમાં જણાવ્યું છે કે આ સમયે દહીંનું સેવન ન કરવું જોઈએ.

#Health Tips #curd #Health and Fitness #Connect Gujarat News #Curd Benefits
Here are a few more articles:
Read the Next Article