Connect Gujarat
આરોગ્ય 

શિયાળો આવતા ડેંડરફની સમસ્યા વધી જાય છે, તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ટિપ્સ,….

શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. ગુલાબી ઠંડી પડવાની સાથે સાથે અનેક સ્વાસ્થ્યને લગતા પણ પ્રશ્નો ઊભા થાય છે.

શિયાળો આવતા ડેંડરફની સમસ્યા વધી જાય છે, તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ટિપ્સ,….
X

શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. ગુલાબી ઠંડી પડવાની સાથે સાથે અનેક સ્વાસ્થ્યને લગતા પણ પ્રશ્નો ઊભા થાય છે. શિયાળામાં ડ્રાય વાતાવરણના કારણે ત્વચા એકદમ સુકાઈ જાય છે અને વાળમાંથી પણ મોઈશ્ચર જતું રહે છે. આથી માથામાં ડેંડરફ જોવા મળે છે. આ ઉપરાંત શિયાળામાં ગરમ પાણીથી વાળ ધોવાની આદત પણ ડેડરફ વધારી શકે છે. એવામાં અમુક ઘરગત્થુ ઉપચારથી તમને ફાયદો થઈ શકે છે.

એલોવેરા

એલોવેરામાં એવા ઘણા ગુણો આવેલા હોય છે. જે ડેંડરફને ખતમ કરે છે. તેમાં એંટીફંગલ, એંટીબેક્ટેરિયલ, એંટીન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. આ ગુણ ડેંડરફને વધવા નથી દેતી. એલોવેરા માં હજાર એંઝાઇમ ડેડ સ્કીન સેલ્સને સાફ કરે છે. તે વાળ અને સ્કેલ્પને હાઈડ્રેટ રાખે છે.

લીંબુનો રસ

લીંબુના રસમાં વિટામિન સી હોય છે. જે ડેડરફને નાબૂદ કરવામાં મદદ કરે છે. અઠવાડિયામાં 2 થી 3 વખત લીંબુનો રસ માથામાં લગાવવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે. લીંબુના રસને નારિયેળના તેલમાં મિક્સ કરીને માથા પર લગાવી શકાય છે. તેને વાળ પર લગાવવાથી વાળ હાઈડ્રેટ રહે છે અને ડેડરફ પણ નહીં થાય.

નારિયેળ તેલ

નારિયેળ તેલમાં એંટી ફંગલ ગુણ આવેલા હોય છે. જે ડેંડરફ ઉત્પન્ન કરનાર ફંગલને રોકે છે. તેનાથી આ સમસ્યા દૂર થાય છે, અને વાળને પ્રકૃતિક રીતે મોઈશ્ચર મળે છે. જેનાથી વાળ ડ્રાઈ નથી રહેતા અને ડેડરફ દૂર થાય છે.

Next Story