વ્યસ્ત જીવનશૈલીમાં આખોની નીચે ડાર્ક સર્કલ હોવું એક સામાન્ય સમસ્યા છે. થાક, સ્ટ્રેસ, ઓછી ઊંઘ વગેરેને કારણે આ બધુ થતું હોય છે. અહી અમે તમને એક જ અઠવાડિયામાં ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા તે વિષે જણાવીશું.
· આપની આંખો અને ત્વચા સ્વસ્થતા ના ઘણા રહસ્યો ઉજાગર કરે છે. ડાર્ક સર્કલ વાસ્તવમાં આપણી બગડતી જીવનશૈલીની વાર્તા પણ કહે છે. આંખોની નીચે ડાર્ક થવાનું કારણ અપૂરતી ઊંઘ, ઊંઘનો અભાવ, ઊંઘની નબળી ગુણવત્તા, કોઈ પણ પ્રકારની એલર્જી, એનીમિયા, ધૂમ્રપાન સૂચવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારી જીવનશૈલીને ઠીક કરો અને કેટલાક સરળ ઉપાયો અજમાવો તો ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ શકે છે.
· જો તમે રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ પૂરી કરો તો વધુ સારું રહેશે. એટલુ જ નહીં એ વાતનું પણ ધ્યાન રાખવું કે ઊંઘ ગાઢ હોવી જરૂરી છે. જો તમે એક અઠવાડીયા સુધી સારી રીતે સૂઈ જાવ તો તમારા ચહેરા પર ઝડપથી ફરક દેખાશે.
· સૂતી વખતે ધ્યાન રાખો કે તમારો ચહેરો પલંગ પરથી થોડો નીચો હોય આ માટે તમે સારા ઓશિકાનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી ચહેરા પર લોહિનો પ્રવાહ જડવાય રહેશે. અને આખોની આસપાસ ડાર્ક સર્કલ કે સોજો નહીં આવે. તેથી સુવાની રીતમાં બદલાવ લાઓ ડાર્ક સર્કલ દૂર થઈ જશે.
· ચામાં કેફીન અને એંટીઓક્સિડેંટ્સ ભરપૂર પ્રમાણમા હોય છે. તે રક્ત પ્રવાહને સુધારવામાં, આરકેટી પરિભ્રમણને વધારવામાં ભરાયેલી નસોને સજા કરવામાં મદદ કરે છે. આ માટે ટી બેગને ગરમ પાણીમાં ડૂબાળો. પછી તેને બહાર કાઢીને 20 મિનિટ માટે ફ્રીજમાં રાખો હવે તેને આંખો પર રાખો. આમ કરવાથી એક અઠવાડિયામાં ડાર્ક સર્કલ દૂર થઈ જશે.
· તમારા આહારમાં વિટામિન સી, ઓમેગા 3 ફેટી એસિડ, એંટીઓક્સિડેંટ્સ નો સમાવેશ કરો. આમ કરવાથી તમારી આંખોની આસપાસની નશો સ્વસ્થ રહેશે અને ડાર્ક સર્કલ દૂર થશે.
· લાંબા સમય સુધી તેજસ્વી પ્રકાશનો ઉપયોગ કરો જેમ કે કમ્પ્યુટર, ટીવી, મોબાઇલ, લેપટોપ, વગેરેથી પણ આંખો પર દબાણ આવે છે અને આસપાસની ત્વચા કાળી પડી જાય છે. તો ખાસ ચશ્મા પહેરીને જ કામ કરો. વચ્ચે વિરામ લો.
· જો શરીરમાં પાણીની કમી હશે તો પણ ડાર્ક સર્કલ વધી શકે છે. પાણી સિવાય તમારે બીજા પીણાંનો પણ ઉપયોગ કરવો જોઈએ.