ફળએ પોષકતત્વોનો ભંડાર છે. ફળ ખાવાએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક ફળ અનેક પ્રકારના પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. જે આપણા શરીરને એનર્જી પૂરી પાડે છે. ફળો ખાવાના ઘણા નિયમો છે. દરેક વસ્તુ સાથે ફળ ખાવાથી ઘણી વાર નુકશાન પણ થાય છે. ખાસ કરીને કેટલાક એવા ફાળો છે જેને ખાધા પછી પાણી પીવામાં આવે તો તે સ્વાસ્થ્યને નુકશાન કરે છે. તો ચાલો જાણીએ એવા ક્યાં ફળ છે જેને ખાધા પછી પાણી ના પીવું જોઈએ....
કેળા : ઉર્જાનો મજબૂત સ્ત્રોત કેળાં છે. કેળાંમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.કબજિયાત અને પેટની સમસ્યામાં રાહત મેળવવા માટે કેળાને ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમે કેળાં ખાધા પાણી પાણી પીધો તો તે તમારા પાચનતંત્રને ખરાબ કરી શકે છે.
દાડમ : દાડમના લાલ દાણાનો ઉપયોગ શરીરમાં લોહી વધારવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે થાય છે. આ ખાધા પછી ભૂલથી પણ પાણી ના પીવું જોઈએ, જો તમે દાડમ ખાધા પછી પાણી પિશો તો તમને ઉલ્ટી, ઊબકા અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે.
ખાટા ફળો : નારંગી, આમળા, દ્રાક્ષ જેવા ખાટા ફળો ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ, આમ કરવાથી શરીરના પીએચ લેવલમાં ખલેલ પડી શકે છે. આ પાચનતંત્ર ને નુકશાન પહોચાડે છે.
જામફળ : ફોલિક એસિડ, કોપર અને પોટેશિયમની સાથે સાથે ફાઈબર, વિટામિન એ, અને વિટામિન સિથી ભરપૂર જામફળ ખાવાથી પાચનની સમસ્યા મટે છે. પરંતુ જામફળ ખાધા પછી પાણી પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી પાચનક્રિયા બગડી શકે છે.
તરબૂચ : શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા માટે તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે તરબૂચ પોતે પાણી યુકત ફળ છે. પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પિશો તો પાચનતંત્ર બગડી શકે છે. તેનેથી લુઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે.