ચા સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ના ખાશો નહિતર થશે અનેક ગણા નુકશાન, જાણો વિગતવાર….

ચા પીવી લગભગ બધા જ લોકોને ગમતી હોય છે. પરંતુ એવિ પણ કેટલીક વસ્તુઓ છે જેને ચા સાથે ખાવાથી અનેકગણા નુકશાન થઈ શકે છે.

New Update
ચા સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ના ખાશો નહિતર થશે અનેક ગણા નુકશાન, જાણો વિગતવાર….

ચા પીવી લગભગ બધા જ લોકોને ગમતી હોય છે. પરંતુ એવિ પણ કેટલીક વસ્તુઓ છે જેને ચા સાથે ખાવાથી અનેકગણા નુકશાન થઈ શકે છે. તો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે...

1. ચા અને લીંબુ એક સાથે લેવાનું ટાળવું જોઈએ. લીંબુમાં રહેલું વિટામિન સી અને ચામાં રહેલું કેફિન એકબીજાની અસર ઘટાડે છે. એટલુ જ નહીં, ચા અને લીંબુ એસિડમાં હજાર ટ્રેસ તત્વો એકબીજાને નુકશાન કરે છે.

2. કાજુ, બદામ અને અખરોટ જેવા ડ્રાઈ ફ્રૂટ્સ ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પરંતુ આ ડ્રાઈફ્રૂઇટ્સ ચા સાથે ખાવા યોગ્ય નથી. તેનું કારણ છે કે ડ્રાઈફ્રૂઇટ્સમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. ચા માં કેટલાક તત્વો એવા પણ હોય છે જે આયર્નના શોષણમાં અવરોધ ઊભો કરે છે. જેના કારણે ડ્રાઈફ્રૂટ્સના ફાયદા ઓછા થઈ જાય છે. એટલા માટે જ ચા અને ડ્રાઈફ્રૂટ્સ સાથે ના ખાવા જોઈએ.

3. જો તમે ચાની સાથે હળદર નાખીને ખાવાનું ખાશો તો તમારા શરીરને ગરમી મળશે. આના કારણે તમને પરસેવો વળશે અને ચક્કર આવવા જેવી સમસ્યાનો સામનો કરવો પડશે. આ સિવાય પેટમાં બળતરા અને ગેસ બનવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી જ ચા સાથે હળદર વાળો ખોરાક ક્યારેય ના ખાવો.

4. વરસાદની મોસમમાં લોકો ચા સાથે પકોડાનો આનંદ માણે છે. પરંતુ ઠંડા તળેલા પકોડા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જો તમે ચા સાથે પકોડાને ખાવ છો તો પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. તેથી જ ચા સાથે પકોડા ખાવાનું ટાળવું જોઈએ.

5. ચા અને ફ્રોજન ખોરાકની પ્રકૃતિ અને અસર સંપૂર્ણપણે અલગ છે. ચા ગરમ હોય છે જ્યારે ફ્રોજન વસ્તુઓ ઠંડી હોય છે. ચા માં એંટીઓક્સિડેટ્સ વધુ પ્રમાણમાં હોય છે. અને ટ્રાન્સ ફેટ ફ્રોજન ફ્રૂટમાં વધુ જોવા મળે છે માટે જ ચા સાથે કોઈ ફ્રોજન કે ઠંડી વસ્તુઓ ના ખાવી જોઈએ.

Latest Stories