આજ ના યોગ દિવસે કરો આ આસન, પેટની ચરબી જોતજોતાંમાં પીગાળી દેશે, આ 3 યોગાસન

આજે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નિયમિત રીતે યોગ કરવાથી ફિટનેસ સારી રહે છે.

આજ ના યોગ દિવસે કરો આ આસન, પેટની ચરબી જોતજોતાંમાં પીગાળી દેશે, આ 3 યોગાસન
New Update

આજે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નિયમિત રીતે યોગ કરવાથી ફિટનેસ સારી રહે છે. વજન ઘટાડવા માટે પણ યોગ ખૂબ સારા માનવામાં આવે છે. જો તમે વજન ઘટાડવાની તૈયારી કરી રહ્યા છો તો ઘણી રીતે યોગાસન દ્વારા કરી શકો છો. 21 જો તમે નિયમિત રીતે યોગ કરો છો તો તેના ઘણા પ્રકારના ફાયદા તમને મળે છે. એવામાં જો તમારૂ વજન વધતુ જઈ રહ્યું છે અને તમે ફિટ થવાની તૈયારી કરી રહ્યા છો તો યોગ તમારા માટે ફાયદાકારક છે.

ત્રિકોણાસન

જો તમારા પેટ પર ચરબી વધી જાય છે તો ત્રિકોણાસન તમારા માટે ખૂબ શાનદાર છે. યોગ માટે આ આસન પાચનમાં સુધાર તો કરે જ છે સાથે જ પેટ અને કમરમાં જમા ચરબીને ઓછી કરવામાં મદદ પણ કરે છે.

આ આસન શરીરમાં બ્લડ ફ્લોને વધારે છે અને તેમાં સુધાર પણ કરે છે. આ આસનને કરવાથી તમારા સંતુલન અને એકાગ્રતામાં સુધાર આવે છે.

સર્વાંગાસન

વજન ઘટાડવાની પ્રક્રિયામાં સર્વાંગાસન પણ તમારા માટે ખૂબ જ મદદગાર છે. આ આસન પાચનમાં સુધાર થવાની સાથે સાથે શરીરને તાકાત આપે છે. તેની સાથે જ મેટાબોલિઝમને વધારે છે.

સાથે જ થાઈરોઈડ લેવલને સંતુલિત પણ કરે છે. આ આસન પેટના મસલ્સને અને પગને પણ મજબૂત કરે છે. સાથે જ શ્વસન પ્રણાલીમાં સુધાર કરે છે.

વીરભદ્રાસન

જો તમે પોતાની થાઈઝ અને ખભાને ટોન કરવા માંગો છો તો વીરભદ્રાસન મદદગાર સાબિત થઈ શકે છે. વીરભદ્રાસન તમારી કમરના નિચેના ભાગ, પગ અને ખભાને ટોન કરવાની સાથે સાથે તમારા બેલેન્સને સારૂ બનાવે છે. તે તમારા પેટને ટોન કરવામાં મદદ કરે છે. 

#India #Connect Gujarat #BeyondJustNews #celebration #World Yoga Day #yoga day #3 yoga
Here are a few more articles:
Read the Next Article