/connect-gujarat/media/post_banners/9d09965d275c1b533dc138aa58a6f1540f644bd5c5f51185a54598134281cdf2.webp)
લીચી એક એવું ફળ છે જે ભાગ્યે જ કોઈકને નહીં ભાવતું હોય. લીચીનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે. જેનું ઉત્પાદન બિહાર રાજયના મુઝફફરપૂર જિલ્લામાં થાય છે. અને તે માત્ર એક થી બે મહિના માટે જ માર્કેટમાં આવે છે. બાળકો થી માંડી વૃધ્ધો સહિત બધા જ આ ફળ ના દિવાના છે. આપણાંમાંથી મોટા ભાગના લોકો લીચી ખાઈને તેની છાલને ફેકી દેતા હોય છે. પરંતુ જો તમે તેના ફાડા વિષે જાણશો તો આવું નહીં કરો. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિષે.
ચહેરા પરની ડેડ સ્કીન થશે દૂર : લીચીની છાલની મદદથી ચહેરા પરની ડેડ સ્કિનની પરતને સાફ કરી શકાય છે. આ માટે તમે આ છાલને સૂકવી દો. અને પછી તેને પીસી લો. હવે તેમાં ગુલાબજળ, એલોવેરા જેલ અને ચોખાનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. હવે હળવા હાથે સ્ક્ર્બ કરો. 15 મિનિટ પાછી ચહેરાને સાફ પાણીથી ધોઈ નાખો આમ કરવાથી ચહેરાની ડેડ સ્કીન દૂર થઈ જશે અને ચહેરો એકદમ ચમકવા લાગશે.
ગળાની ટેનિંગથી છૂટકારો : જે લોકો ગળાના ટેનિંગથી પરેશાન છે તેના માટે લીચીની છાલ એક અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. સૌથી પહેલા તેની છાલને પીસીને તેમાં નારિયેળનું તેલ, હળદર, ખાવાનો સોડા અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી તેની એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ગરદનની આસપાસના ટેન વિસ્તારો પર લગાવો. અને ધીમે ધીમે મસાજ કરો. આવું કરવાથી કાળાશ સરળતાથી દૂર થઈ જશે.
હાડકાં સાફ થશે : લીચીની છાલની મદદથી તમે પગની ગંદકી સાફ કરી શકશો. કારણ કે તે ખૂબ જ અસરકારક ઉપાય છે. આ માટે આ છાલને પીસી લો. પછી તેમાં એપલ વિનેગર, બેકિંગ સોડા અને મુલતાની માટી મિક્સ કરો. હવે આ પેસ્ટને ગંદી હિલ પર લગાવો. અને લગભગ અડધા કલાક સુધી સુકવવા માટે મૂકી દો. પછી ટેસ્ટને સાફ કરી સાફ પાણીથી પગ ધોઈ નાખો.