Connect Gujarat
આરોગ્ય 

શું રાતે સૂતી વખતે ઊંઘ નથી આવતી, બેચેની અનુભવો છો, તો આ રોગ હોય શકે છે... જાણો લક્ષણો અને ઉપાયો

છેલ્લા કેટલાય સમયથી લોકોને અનિંદ્રા સંબંધિત રોગો થઈ રહ્યા છે. આ પ્રકારની સમસ્યાને કારણે લોકો બરાબર ઊંઘી શકતા નથી.

શું રાતે સૂતી વખતે ઊંઘ નથી આવતી, બેચેની અનુભવો છો, તો આ રોગ હોય શકે છે... જાણો લક્ષણો અને ઉપાયો
X

છેલ્લા કેટલાય સમયથી લોકોને અનિંદ્રા સંબંધિત રોગો થઈ રહ્યા છે. આ પ્રકારની સમસ્યાને કારણે લોકો બરાબર ઊંઘી શકતા નથી. રાતે વ્યવસ્થિત ઊંઘ ના મળતા દિવસભર તેને ઊંઘ આવે છે. દૈનિક કામકાજને પણ ઘણી રીતે અસર કરે છે. કેટલાય લોકો રાતે સૂતી વખતે બેચેની અનુભવે છે. કેટલાક લોકો ને તો અચાનક શ્વાસ લેવામાં તકલીફ કે ગૂંગનામણનો અનુભવ થાય છે. આવા લક્ષણો દેખાય તો તમે અવરોધક સ્લીપ એપનિયાથી પીડાઈ રહ્યા છો. આ રોગ ખૂબ જ ખતરનાક છે. જો તેની સમયસર સારવાર કરવામાં ના આવે તો મોતનું કારણ પણ બની શકે છે. દર વર્ષે સમગ્ર દેશમાં આ રોગના કેસો વધી રહ્યા છે. 50 વર્ષની ઉમર પછી આ રોગના કેશમાં વધારો જોવા મળે છે.

· ગૂંગળામણ કેમ અનુભવાય છે ?

ફિઝિશયનોના મતે અવરોધક સ્લીપ એપનિયાના કારણે શ્વસન માર્ગના સ્નાયુઓ નબળા પડી જાય છે અને નીચે અટકી જાય છે. આ શ્વસન માર્ગને અવરોધે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. રાત્રે સૂતી વખતે બેચેની થવી એ આ રોગનું પ્રારંભિક લક્ષણ છે. જો તમને પણ રાત્રે સૂતી વખતે આ બધી સમસ્યાઓ થઈ રહી હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો. આ રોગના લક્ષણો જોઈને બિલકુલ બેદરકારી ન રાખો.

· ઝડપથી વધી રહી છે અનિદ્રાની સમસ્યા :

મેડિકલ તજજ્ઞોના મતે ઉંઘનો અભાવ એકંદર સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરે છે. યોગ્ય ઉંઘ ન લેવાથી હૃદયરોગ, સ્થૂળતા અને ડાયાબિટીસનો ખતરો રહે છે. અનિદ્રાની સમસ્યા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. ચિંતાની વાત એ છે કે દર વર્ષે આ બીમારીના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, વિશ્વભરમાં 100 કરોડથી વધુ લોકો એવા છે જેમને રાત્રે યોગ્ય ઉંઘ ન આવવાની સમસ્યા છે. તેનું મુખ્ય કારણ Obstructive sleep apnea રોગ છે.

લક્ષણો કયા-કયા છે ?

રાત્રે નસકોરા બોલાવવા

આખો દિવસ થાક લાગવો

બીપીમાં અચાનક વધારો

રાત્રે શ્વાસ લેવામાં તકલીફ

Next Story