/connect-gujarat/media/post_banners/b67d0d7afceb6a0dab405ea52a9cb991ffa1c7c4cef3dbb8aaf9eed0434df64a.webp)
ભારતમાં આજે પણ અનેક બીમારીઓને લઇને લોકોમાં અંઘવિશ્વાસ હોય છે. ઘણી વાર અંધવિશ્વાસ તમને અનેક મુશ્કેલીઓમાં મુકી શકે છે, જેમાંથી એક બીમારી છે મિર્ગી. એપિલેપ્સી અર્થાત સાદી ભાષામાં જેને વાઈ, ખેંચ, ફીટ, આંચકી, સિઝર્સ, મિર્ગી જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. મિર્ગીના લક્ષણો તમને દેખાય તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. તો જાણો આયુષ્માન હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડોક્ટર અભિષેક શ્રીધર પાસેથી જાણો એપિલેપ્સીના મુખ્ય લક્ષણોમાં કયા-કયા છે.
ચક્કર આવવા
એપિલેપ્સીથી પિડીત વ્યક્તિઓને વારંવાર ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય છે. અચાનક ક્યારે-ક્યારે મોટી તકલીફમાં મુકાઇ જાય છે. આમ, તમને આ સમસ્યા છે તો તમે તરત ડોક્ટરનો સંપર્ક કરો. ચક્કર આવવાની સમસ્યા છે તો અંધવિશ્વાસમાં માન્યા વગર તરત ડોક્ટરનો સંપર્ક કરો.
શરીરમાં ધ્રુજારી થવી
તમને શરીરમાં ધ્રુજારી થાય છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો. કોઇ પણ વ્યક્તિને વારંવાર આ સમસ્યા થાય છે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
ગુસ્સો આવવો
એપિલેપ્સીના દર્દીઓ ગુસ્સો વધારે છે. આ ગુસ્સો બહુ ખતરનાક હોય છે. આ લોકોને કોઇ પણ નાની-નાની વાતમાં ગુસ્સો આવે છે.
મોંમાથી ફીણ આવવુ
કોઇ વ્યક્તિને ચક્કર આવવાની સાથે-સાથે મોંમાથી ફીણ આવે છે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. એપિલેપ્સીની બીમારીમાં વ્યક્તિને મોંમાથી ફીણ આવવાની સમસ્યા વધારે રહેતી હોય છે. તમે આ વાતને ઇગ્નોર કરો છો તો અનેક મુશ્કેલીમાં મુકાઇ શકો છો.
આ લક્ષણો સિવાય એપિલેપ્સીના કેટલાક લક્ષણો હોઇ શકે છે. એપિલેપ્સીના દર્દીઓને લાઇફ સ્ટાઇલમાં અનેક પ્રકારના પરિવર્તન આવી શકે છે. એપિલેપ્સીના દર્દીઓએ ધુમ્રપાન, શરાબ જેવી વસ્તુઓનું સેવન કરવુ જોઇએ નહીં. આ બધી વસ્તુથી જોખમ અનેક ઘણું વધી જાય છે.
એપિલેપ્સીના દર્દીઓએ હેલ્ધી ફૂડ્સનું સેવન કરવુ જોઇએ. હેલ્ધી ફૂડ્સ ખાવાથી શરીર અને સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આમ, તમને ઉપર જણાવ્યા મુજબ કોઇ સમસ્યા થાય છે તો તમે તરત ડોક્ટરનો સંપર્ક કરો. તમે આ લક્ષણોને ઇગ્નોર કરો છો તો અનેક મુશ્કેલીમાં મુકાઇ શકો છો.