Connect Gujarat
આરોગ્ય 

જમ્યા પછી જો તમને તરત પાણી પીવાની ટેવ હોય તો આજે જ ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારીઓ...

જમ્યા પછી જો તમને તરત પાણી પીવાની ટેવ હોય તો આજે જ ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારીઓ...
X

આપણે ઘણી વાર સાંભડ્યું હોય છે કે જમ્યા પછી તરત જ પાણી ના પીવું જોઈએ. પરંતુ તે પાછળનું કારણ ભાગ્યે જ કોઈને ખબર હોય છે. આયુર્વેદમાં આપણા રોજિંદા જીવનને લઈને ઘણા નુસખાઓ અજમાવવામાં આવે છે. આયુર્વેદ અનુસાર જમ્યા પછી તરત પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બીમારીઓ થાય છે.

જમ્યાના 40 મિનિટ પહેલા અને જમ્યા પછી 30 મિનિટ કે 1 કલાક પછી જ પાણી પીવું જોઇએ. ઘણા લોકો જમતા સમયે પણ પાણી પિતા હોય છે. પાણી પીધા બાદ સારું ફિલ થતું હોય છે. તેમાં કોઈ બેમત નથી. પરંતુ આ પાચન ક્રિયા માટે નુકશાનકારક છે. મોટા ભાગે આ આદતના કારણે ગેસ, એસિડિટી, અપચા જેવી સમસ્યાઓ થતી હોય છે. આથી જ જ્મ્યાના ઓછામાં ઓછા 30 મિનિટ કે 1 કલાક પછી જ પાણી પીવું.

જમ્યા બાદ તરત પાણી કેમ ના પીવું....

જમ્યા બાદ તરત પાણી પીવાથી પાચન ક્રિયા કમજોર થઈ જાય છે. પાણીની તાસીર ઠંડી છે. આ કારણે જમ્યા બાદ તરત પાણી પીવાથી ઇન્સ્યુલીનનું લેવલ વધી શકે છે. પાણી ભોજનમાં રહેલા ગ્લુકોઝનું લેવલ બદલી નાખે છે. આને કારણે વજન વધવાની સમસ્યાઓ પણ ઉદભવી શકે છે. ભોજન બાદ લેવામાં આવતું પાણી એંઝાઇમ અને એસિડના કારણે ખોરાકમાં થવા વાળી ક્રિયા પર અવરોધ પેદા કરે છે. આ કારણે જ જમ્યા બાદ પાણી ના પીવાની સલાહ આપવામાં આવે છે.

જમ્યા બાદ તરત પાણી પીવાથી ગેસ્ટિક એનર્જી ઓછી થાય છે. જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી અને આના કારણે જ ગેસ, એસિડિટી જેવા રોગો ઘર કરી જાય છે. જમ્યા બાદ ખોરાકને પચવા માટે થોડો સમય આપવો જોઈએ. જો તરત જ પાણી પીવામાં આવે તો આ સમય તેને મળતો નથી અને પેટને લગતી સમસ્યાઓ ઉદભવે છે.

Next Story