રોજ માત્ર 4 ખજૂર ખાઈ લેવાથી શરીરને થાય છે અઢળક ફાયદા, જાણશો તો તમે પણ ખાવા લાગશો
ખજૂર પ્રકૃતિમાં ગરમ હોય છે એટલે ઉનાળામાં તેને ખાતા નથી પરંતુ એ સાચું નથી. અસલમા ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને શાંત હોય છે

ઘણા લોકો માને છે કે ખજૂર પ્રકૃતિમાં ગરમ હોય છે એટલે ઉનાળામાં તેને ખાતા નથી પરંતુ એ સાચું નથી. અસલમા ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને શાંત હોય છે. આયુર્વેદ અનુસાર તેનો સ્વાદ મીઠો હોય છે અને તે પચવામાં થોડો ભારે હોય છે. જોકે પચ્યા પછી પણ તેની અસર મીઠી હોય છે. તે ઠંડક આપનારી પ્રકૃતિ ધરાવે છે. અને તે વધેલા વાત અને પીત્ત દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુર્વેદ અનુસાર આવરે ખાલી પેટે ખજૂર ખાવાના અનેક ફાયદાઓ છે.
તો આવો જાણીએ ખજૂરના ફાયદાઓ વિષે....
૧. કબજિયાત અટકાવે છે.
૨. હદયના સ્વાસ્થ્યને સુધરે છે.
૩. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
૪. હાડકાઓનું આરોગ્ય સુધરે છે.
૫. બ્લડ પ્રેસરને નિયંત્રિત કરે છે.
૬. મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
૭. થાકને દૂર કરે છે.
૮. એનીમિયા માટેનો શ્રેષ્ઠ ઈલાજ છે.
૯. વજન વધારવામાં મદદ કરે છે.
૧૦. બવાસીરને અટકાવે છે.
૧૧. સોજો ચડતો અટકાવે છે.
૧૨. ગર્ભાવસ્થામાં ફાયદો થાય છે.
૧૩. ત્વચા અને વાળ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
૧૪. ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે.
૧૫. ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંત ની કમજોરી, હાડકા ઓગળવા વગેરે મટી જાય છે.
ખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટે ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. હવે સવાલ એ આવે છે કે એક દિવસમાં કેટલો ખજૂર ખાવો જોઈએ તો જવાબ છે કે શરુઆતમાં રોજ માત્ર 2 ખજૂર ખાવી પૂરતી રહેશે. બાદમાં તમે 4 ખજૂર સુધી ખાઈ શકો છો. આનાથી વધુ માત્રામાં ના ખાવી જોઈએ, નહીંતર આડઅસરો પણ જોવા મળી શકે છે.ખજૂર ખાવું બાળકો માટે કેટલું ફાયદાકારક છે તેની માહિતી પણ નિષ્ણાતોએ આપી છે, ખજૂર ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે બાળકોનું શરીરનું વજન ઓછું હોય, હિમોગ્લોબિન (આયર્ન) અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમને દરરોજ એક મીઠી ખજૂર આપવી ખૂબ જ ઉપયોગી છે. તેને 2 થી 3 મહિના સુધી ખજૂર આપવાથી ફાયદો થાય છે.