વધુ પડતું ફાઇબરયુક્ત ખાવાથી શરીરમાં પેદા થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ, જાણો તેના નુકશાન......

ફાયબર શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ ખૂબ જ જરૂરી હોય છે. ફાયબરમાં મોટું અનાજ અને રેશાદાર ફળ આવે છે.

New Update
વધુ પડતું ફાઇબરયુક્ત ખાવાથી શરીરમાં પેદા થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ, જાણો તેના નુકશાન......

ફાયબર શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ ખૂબ જ જરૂરી હોય છે. ફાયબરમાં મોટું અનાજ અને રેશાદાર ફળ આવે છે. જેમ કે અનાજથી બનેલું ભોજન, સફરજન અને સંતરા જેવા ફળો અને બીજા ફૂડ્સ. આ લેકસેટિવની જેમ કામ કરે છે. આ પેટમાં મેટાબોલીઝમને પણ જડપી બનાવે છે. આ તમારી આંતરડાની મુવમેન્ટને પણ ઝડપી બનાવે છે. કબજિયાતની સમસ્યામાં પણ રાહત થાય છે. પરંતુ આ ફૂડનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે.

Advertisment

વધુ પડતાં ફાયબરયુક્ત ખોરાકથી થતાં નુકશાન....

1. કબજિયાતનું કારણ બની શકે છે.

વધુ પડતું ફાઈબરનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા ઉદભાવી શકે છે. કેમ કે જો તમે ફાઈબર વાળા ફૂડ સાથે પાણી ન પીધું તો તમારા પેટમાં પાણીની ઉણપ થઈ શકે છે. જેના કારણે તમને કબજિયાતની સમસ્યા વધી શકે છે. આ સિવાય ઘણી વખત તો તમારું પેટ પણ ખરાબ થઈ જાય છે.

2. પેટનું પાણી સુકાય જાય છે.

વધુ પસતું ફાઈબર વાળું ખાવાથી તમારા પેટનું પાણી સુકાઈ જાય છે. ફાઈબર વાળી વસ્તુઓની સાથે તમારે વધૂથી વધુ પાણીનું સેવન કરવું જોઈએ. કારણ કે પાણીની ઉણપ તમારા પેટને ડિહાઈડ્રેટ કરી શકે છે અને તેની અસર તમારા સંપૂર્ણ શરીરમાં દેખાય છે. આનાથી તમારું લીવર, કિડની અને ભૂખ પણ પ્રભાવિત થાય છે.

3. પેટમાં સોજો આવી શકે છે.

Advertisment

પેટમાં સોજો આવવાનું કારણ ક્યારેક વધુ પડતું ફાઇબરયુક્ત ખાવાથી પણ બને છે. આ અપચાની સ્થિતિ પેદા કરે છે. આના કારણે પેટની તમામ માંસપેશીઓમાં સોજો આવે છે અને પછી આ એસિડ રીફ્લેક્સનનું કારણ બને છે. આ લાંબા સમય સુધી રહે તો તમને દવાની જરૂર પડી શકે છે.

4. આંતરડા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

વધુ પડતું ફાઇબરયુક્ત ખાવાથી આંતરડાને લગતી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. જેના કારણે તમારા આંતરડાનું કરી બગડી જાય છે અને પછી આ પાચન સંબધિત સમસ્યાઓ પેદા કરે છે. આ આંતરડામાં એક પ્રકારનો બ્લોકેજ પેદા કરે છે. જેનાથી ભોજન પચાવવું મુશ્કેલ બની જાય છે. તેથી જ વધુ પડતું ફાયબરવાળું ખાવાનું ટાળવું જોઈએ.

Advertisment