Connect Gujarat
આરોગ્ય 

પીઠ અને કમરમાં વધુ પડતો દુખાવો હોઈ શકે છે કેન્સરનું કારણ, જાણી લો આ દુખાવાના લક્ષણો....

શું પીઠનો દુખાવો કેન્સરની નિશાની હૌઈ શકે છે? જી હા... જો કમરનો દુખાવો સતત દૂર થતો નથી તો તે કેંસરની નિશાની હોય શકે છે.

પીઠ અને કમરમાં વધુ પડતો દુખાવો હોઈ શકે છે કેન્સરનું કારણ, જાણી લો આ દુખાવાના લક્ષણો....
X

શું પીઠનો દુખાવો કેન્સરની નિશાની હૌઈ શકે છે? જી હા... જો કમરનો દુખાવો સતત દૂર થતો નથી તો તે કેંસરની નિશાની હોય શકે છે. એટલા માટે પીઠના દુખવાને ક્યારેય ના અવગણશો. જોકે પીઠનો દુખાવો ખૂબ જ સામાન્ય છે. મોટાભાગના લોકો પીઠના દુખાવાની સમસ્યાથી પીડાય છે. સામાન્ય રીતે, કમરનો દુખાવો સ્નાયુઓના અસ્થિબંધનમાં ઇજા, ખોટી રીતે ભારે વસ્તુઓ ઉપાડવી, ખોટુ પોશ્ચર્ય અને નિયમિત કસરત ન કરવાને કારણે થાય છે. શરીરનું વધુ પડતું વજન પીઠના દુખાવાનું બીજું કારણ છે. પરંતુ આ બધા સિવાય કેટલાક પ્રકારના કેન્સર પણ કમરના દુખાવાનું કારણ બને છે.

· લંગ્સ કેન્સરમાં આ રીતથી થયા છે પીઠનો દુખાવો

એક રિપોર્ટ અનુસાર, અમુક કેન્સર પીઠના નીચેના ભાગમાં પહોંચે છે. તેથી જ પીઠના નીચેના ભાગમાં દુખાવો શરૂ થાય છે. આ મેટાસ્ટેસિસના ચિહ્નો હોઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બ્રેસ્ટ, લંગ્સ, ટેસ્ટિકુલર અને કોલોન કેન્સરની સ્થિતિમાં, કેન્સર પીઠમાં ફેલાય છે, જેના કારણે પીઠમાં ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ અંગોમાં કેન્સર થાય છે, ત્યારે તે કરોડરજ્જુના માર્ગને અવરોધે છે. યુકે કેન્સર રિસર્ચ અનુસાર, ફેફસાના કેન્સરથી પીડિત 25 ટકા દર્દીઓ પીઠનો દુખાવો અથવા પીઠના દુખાવાની ફરિયાદ કરે છે.

· ફેફસાના કેન્સરમાં આ રીતથી થયા છે પીઠનો દુખાવો

જો ફેફસાંનું કેન્સર પીઠના નીચેના ભાગમાં ફેલાઈ ગયું હોય, તો તેનાથી પીઠમાં દુખાવો થવા લાગે છે. જો રાત્રે પરસેવો થતો હોય, સખત શરદી, તાવ અને કમરના દુખાવાની સાથે પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો આ ફેફસાના કેન્સરના સંકેતો હોઈ શકે છે. આ સ્થિતિમાં વજન પણ ઝડપથી ઘટવા લાગે છે.

· નોર્મલ દુખાવાથી કેવી રીતે અલગ છે કેન્સરનો પીઠનો દુખાવો

સામાન્ય દુખાવામાં સ્થિતિ બદલાવાથી પીડામાં રાહત મળે છે. થોડા સમય માટે આગળ-પાછળની કસરતો કર્યા પછી દુખાવો ખતમ થઈ જાય છે, પરંતુ જો ફેફસાં, બ્રેસ્ટ, કોલોન કે ટેસ્ટિક્યુલર કેન્સરને કારણે કમરનો દુખાવો થતો હોય તો આ દુખાવો જલ્દી જતો નથી. જો કે, કેન્સરના કિસ્સામાં, પીઠમાં તીવ્ર દુખાવો થતો નથી. પરંતુ આના કારણે ઘણી અસુવિધા થાય છે.

Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવી જોઈએ. જો તમને કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

Next Story