Connect Gujarat
આરોગ્ય 

માથામાં આવતી ખંજવાળથી છુટકારો મેળવવા અપનાવો આ હોમ ટિપ્સ, તમારી સમસ્યાને કરશે એક જ વારમાં દૂર....

જેમ જેમ શિયાળાની શરૂઆત થશે તેમ સ્વાસ્થ્યને અને સ્કિનને લગતી પણ અનેક સમસ્યાઓ ઊભી થશે. જેમાંની એક છે

માથામાં આવતી ખંજવાળથી છુટકારો મેળવવા અપનાવો આ હોમ ટિપ્સ, તમારી સમસ્યાને કરશે એક જ વારમાં દૂર....
X

જેમ જેમ શિયાળાની શરૂઆત થશે તેમ સ્વાસ્થ્યને અને સ્કિનને લગતી પણ અનેક સમસ્યાઓ ઊભી થશે. જેમાંની એક છે માથામાં ખંજવાળ આવવી, વારંવાર માથામાં ખંજવાળથી લોકો વચ્ચે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. ઠંડીમાં આ સમસ્યા વધી જાય છે. કારણ કે જ્યારે શરીરને પૂરતા પ્રમાણમા પોષણ મળતું નથી. ત્યારે તે સ્કીન ડ્રાઈ થઈ જાય છે અને ખંજવાળ આવે છે. માથામાં આવતી ખંજવાળને દૂર કરવા માટે તમે ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો.

ટી ટ્રી ઓઇલ

આ તેલ સ્કીન અને વાળ માટે વરદાન રૂપ માનવામાં આવે છે. તેમાં એંટીબેક્ટેરિયલ ગુણ આવેલા હોય છે જે માથાના બેક્ટેરિયાને મારી નાખે છે. સાથેજ તેનો ઉપયોગ કરવાથી માથામાં આવતી ખંજવાળ અને ડ્રાઈનેસ જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

નારિયેળ તેલ

જો તમને વારંવાર માથામાં ખંજવાળ આવતી હોય તો તમે માથામાં નારિયેળના તેલનું માલીસ કરો. આમ કરવાથી સ્કેલ્પની ડ્રાયનેસ દૂર થશે અને તમને માથામાં ખંજવાળ નહીં આવે.

વિનેગાર

એપલ સાઇડર વિનેગાર વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એંટીઓક્સિડેંટ અને એંટીફંગલ જેવા ગુણ આવેલા હોય છે. જેના કારણે વાળમાં આવતી ખંજવાળની સમસ્યાથી મુક્તિ મળે છે. તેનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વિનેગાર મિક્સ કરીને તમારા સ્કેલ્પમાં લગાવો. ખંજવાળ દૂર થઈ જશે.

Next Story