Connect Gujarat
આરોગ્ય 

વાળ સંબંધિત સમસ્યા નિવારવા માટે અપનાવો આ સરળ ઉપાયો....

સુંદરતા વધારવામાં વાળ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ પ્રદૂષણ, બદલાતી જીવનશૈલી, ખોટા આહાર, ખોપરી ઉપરની ચામડી સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની રહી છે.

વાળ સંબંધિત સમસ્યા નિવારવા માટે અપનાવો આ સરળ ઉપાયો....
X

સુંદરતા વધારવામાં વાળ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ પ્રદૂષણ, બદલાતી જીવનશૈલી, ખોટા આહાર, ખોપરી ઉપરની ચામડી સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની રહી છે.જ્યારે વાળને મજબૂત રાખવા અને તેની સાથે જોડાયેલ સમસ્યા જેમ કે વાળ વધારે પ્રમાણમા ઉતરવા,ખોળો થવો એ સામાન્ય સમસ્યા બની ગઈ છે માટે લોકો મોંઘા હેર પ્રોડક્સ વાપરતા હોય છે, પરંતુ જો તમે ઇચ્છો તો ઓછા ખર્ચમાં પણ વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આમળા :-

આમળા વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત છે. તેના ઉપયોગથી સ્કેલ્પ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે અને તમારા વાળને મજબૂત બનાવી શકાય છે. તે ડેન્ડ્રફથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે. આમળા વાળને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે.

ભૃંગરાજ :-

વાળને સ્વસ્થ રાખવા માટે ભૃંગરાજ ખૂબ જ ફાયદાકારક છે. તે વાળના વિકાસમાં મદદરૂપ છે અને વાળ સફેદ થતા અટકાવે છે. જો તમે વાળ માટે ભૃંગરાજનો ઉપયોગ કરો છો તો તે વાળ ખરતા અટકાવે છે.

ડુંગળીનો રસ :-

ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે વાળને તૂટતા અને પાતળા થતા અટકાવે છે. વાળના વિકાસ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ વાળને અકાળે સફેદ થતા અટકાવવામાં મદદ કરે છે. ડુંગળીનો રસ વાળ ખરતા નિયંત્રિત કરે છે.

શિકાકાઈ :-

શિકાકાઈનો ઉપયોગ ઘણા શેમ્પૂ અને કન્ડિશનરમાં થાય છે. તે ખોપરી ઉપરની ચામડીને સારી રીતે સાફ કરે છે. જો તમને ખંજવાળ વાળની સમસ્યા છે, તો તે તેને શાંત કરવામાં પણ મદદરૂપ છે. વાળની મજબૂતી માટે તમે શિકાકાઈ હેર પેકનો ઉપયોગ કરી શકો છો.

સ્વસ્થ આહાર અને સારી ઊંઘ :-

વાળને મજબૂત બનાવવા માટે તમારા આહારમાં ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. વધુ ને વધુ પાણી પીઓ અને પૂરતી ઊંઘ લો.

Next Story