Connect Gujarat
આરોગ્ય 

ફાધર્સ ડે પર આપો તંદુરસ્ત આરોગ્યની ભેટ, પિતાની ઉંમર 40થી વધુ હોય તો જરૂર કરાવો આ 5 મેડિકલ ટેસ્ટ

ઉંમર વધવાની સાથે શરીર બિમારીઓનું ઘર બની જાય છે. અનેક લોકોને સમયસર બિમારી વિશે જાણકારી મળે છે,

ફાધર્સ ડે પર આપો તંદુરસ્ત આરોગ્યની ભેટ, પિતાની ઉંમર 40થી વધુ હોય તો જરૂર કરાવો આ 5 મેડિકલ ટેસ્ટ
X

ઉંમર વધવાની સાથે શરીર બિમારીઓનું ઘર બની જાય છે. અનેક લોકોને સમયસર બિમારી વિશે જાણકારી મળે છે, તો અનેક લોકોને બિમારી વિશે જાણ જ નથી થતી. આ કારણોસર ઉંમર વધવાની સાથે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ, જેથી આરોગ્ય જળવાઈ રહે છે. આજે ફાધર્સ ડે છે, તો આજે બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને તમારા પિતાના આ ટેસ્ટ જરૂરથી કરાવો. જો તમારા પિતા 40થી વધુ ઉંમર ધરાવે છે, તો તેમણે આ ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ.

ટાઈપ-2 ડાયાબિટીસ ટેસ્ટ

ડાયાબિટીસ એક મેડિકલ કંડિશન છે. લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધી જતા ડાયાબિટીસની સમસ્યા થાય છે. જેથી નર્વ ડેમેડ, કિડનીની બિમારી અને જોવામાં પણ તકલીફ થાય છે. જેથી બ્લડ શુગર ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ, જેથી ડાયાબિટીસના શરૂઆતના જોખમ વિશે જાણી શકાય છે.

ડિજીટલ રેક્ટલ ટેસ્ટ

ડિજીટલ રેક્ટલ ટેસ્ટ કરાવવાથી પ્રોસ્ટેટ કેન્સર વિશે જાણી શકાય છે. પ્રોસ્ટેટ ગ્લેંડમાં લંપ નીકળે તો આ કેન્સર થાય છે. આ કારણોસર આ કેન્સરના શરૂઆતના લક્ષણો જાણીને ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ.

બ્લડ પ્રેશર

ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થાય છે કે નહીં તે જાણવા માટે બ્લડ પ્રેશર ટેસ્ટ કરવામાં આવે છે. બ્લડ પ્રેશર ખૂબ જ વધી જાય અથવા ધટી જાય તો આરોગ્યને નુકસાન થઈ શકે છે.

કોલસ્ટ્રોલ ટેસ્ટ

ઉંમર વધવાની સાથે કોલસ્ટ્રોલનું પણ જોખમ રહે છે. કોલસ્ટ્રોલ એક ફેટ લાઈફ સબ્સટૈંસ છે, જે શરીરમાં બને છે. જરૂર કરતા વધુ કોલસ્ટ્રોલ બનવા લાગે તો, આરોગ્યની સમસ્યા થવા લાગે છે. જેના કારણે સ્ટ્રોક અને હાર્ટ એટેક આવી શકે છે. જેથી HDL અને LDL ટેસ્ટ કરાવો જોઈએ.

બોન ડેંસિટી

40-50 વર્ષની ઉંમર પછી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા થાય છે. કેલ્શિયમની કમી થતા આ બિમારી થાય છે, જેથી બોન ડેંસિટી ટેસ્ટ કરવામાં આવે છે. જેથી હાડકાં સ્વસ્થ છે કે, નહીં તે જાણકી શકાય છે.

Next Story