/connect-gujarat/media/post_banners/d5f315bf160eac11aac44bc650cd7e3b7eac120f88ae638741805641a2924c5e.webp)
લાંબા વાળ બધાને બહુ ગમે છે. પરંતુ તેની સારસંભાળ રાખવું સહેલું નથી. જો તેના પોષણ અને પ્રોટેક્શનનું ધ્યાન ન રાખવામાં આવે તો તે ખરાબ, શુષ્ક અને નિસ્તેજ થઇ જાય છે. જે મહિલાઓના વાળ લાંબા હોય છે તેમને મોટાભાગે બે મોઢાવાળા વાળની સમસ્યા હોય છે. એટલે કે નીચેથી વાળ ફાટી જતા હોય છે. તેના કારણે વાળ પરસ્પર ગુંચવાઇ જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે મહિલાઓ વાળ કપાવી નાંખતી હોય છે અથવા તો કેમિકલવાળા મોંઘાદાટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ કેમિકલ્સ આપના વાળ સહિત આપણા સ્વાસ્થ્યને પણ નુકશાન કરે છે. પરંતુ તેનાથી ફાયદાના બદલે નુકસાન પણ થઇ શકે છે. તેથી જ જો તમે નેચરલી જ આ સમસ્યાનું નિવારણ લાવો તો તે વધારે સારુ. ઘણા એક્સપર્ટ્સનું માનવું છે કે ગુલાબ જળની મદદથી બે મોઢાવાળા વાળથી છૂટકારો મેળવી શકાય છે. આ સાથે જ કેટલીક વસ્તુઓ મિક્સ કરવાની છે.
ગુલાબજળ અને ગ્લિસરીનનું હેર પેક બનાવવા જરૂરી સામગ્રી
· ગુલાબ જળ - 1 મોટી ચમચ
· ગ્લિસરીન - 1 મોટી ચમચી
· નાળિયેરનું તેલ - 1 નાની ચમચી
બે મોઢાવાળા વાળ માટે આ રીતે કરો ગુલાબજળનો ઉપયોગ
તેના માટે તમારે ગુલાબ જળ, ગ્લિસરીન અને નાળિયેરના તેલને મિક્સ કરવાનું છે અને પછી તેને વાળ પર લગાવીને હળવા હાથે માલિશ કરો. પ્રયાસ કરો કે આ મિશ્રણ સ્કેલ્પથી લઇને વાળના છેડા સુધી પહોંચે. હવે અડધા કલાકથી વધુ સમય માટે વાળને બાંધી લો. હવે પાણીથી વાળને ધોઇ લો. તે વાતનું ધ્યાન રાખો કે તમારે વાળમાં શેમ્પૂનો ઉપયોગ નથી કરવાનો. તમે વાળને હોટ ટોવેલ ટ્રીટમેન્ટ પણ આપી શકો છો. કારણ કે તે ખૂબ જ કારગર ઉપાય છે. બીજા દિવસે તમે વાળને માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો. જો નિયમિત રીતે આ નુસ્ખો અપનાવશો તો બે મોઢાવાળા વાળથી છૂટકારો મળશે.
મધ અને ગુલાબજળનું હેર પેક બનાવવા જરૂરી સામગ્રી
· ગુલાબજળ - 1 મોટી ચમચી
· મધ- 1 મોટી ચમચી
· ઓલિવ ઓઇલ- 1 મોટી ચમચી
બે મોઢાવાળા વાળથી છૂટકારો મેળવવા માટે ગુલાબજળ, મધ અને ઓલિવ ઓઇલને એક બાઉલમાં નાંખીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણને વાળમાં હળવા હાથે લગાવો. તે બાદ 5થી 10 મિનિટ સુધી વાળને હોટ ટોવેલ ટ્રીટમેન્ટ આપો. આ મિશ્રણને આશરે અડધો કલાક સુધી વાળમાં લગાવી રાખો. હવે વાળને માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો અને તેને હેર ડ્રાયર કર્યા વિના સુકવી લો. છેલ્લે સીરમ લગાવો. જો એક મહિનામાં બે વાર આ પ્રોસેસ કરવામાં આવે તો તમારે બે મોઢાવાળા વાળની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.