Connect Gujarat
આરોગ્ય 

દિવાળીના તહેવારમાં મીઠાઈઓ ખાવાથી જો વધી જાય બ્લડસુગર તો આ રીતે કંટ્રોલ કરજો, રહેશો એકદમ સ્વસ્થ...

દિવાળી માત્ર રોશની અને ફટાકડાનો જ તહેવાર નથી પરંતુ આ તહેવાર સાથે ઘણી મીઠાઈઓ અને પકવાન પણ સાથે લાવે છે.

દિવાળીના તહેવારમાં મીઠાઈઓ ખાવાથી જો વધી જાય બ્લડસુગર તો આ રીતે કંટ્રોલ કરજો, રહેશો એકદમ સ્વસ્થ...
X

દિવાળી માત્ર રોશની અને ફટાકડાનો જ તહેવાર નથી પરંતુ આ તહેવાર સાથે ઘણી મીઠાઈઓ અને પકવાન પણ સાથે લાવે છે. 5 દિવસ સુધી ચાલનાર આ તહેવારમાં અનેક પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે અને લોકો તેને ચાવથી ખાઈ છે. પરંતુ જે લોકો ડાયાબિટિસથી પીડિત છે તેઓ પોતાના મનને કંટ્રોલ કરી શકતા નથી અને મીઠાઈઓ ખાય લે છે અને દિવાળી પર પોતાનું બ્લડ સુગર લેવલ વધારી દે છે. આવી સ્થિતિમાં જો નીચે જણાવેલ ઉપાયો ફોલો કરશો તો તમારું બ્લડ સુગર વધશે નહીં અને નોર્મલ જ રહશે.

દિવાળી પર આ રીતે રાખો પોતાના આરોગ્યનું ધ્યાન

1. આ રીતે મીઠાઇ ખાઓ

ડાયાબિટીસના દર્દીઓ જો મીઠાઇ ખાવા ઈચ્છે છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાલી પેટે ક્યારેય મીઠાઇ ખાવી જોઈએ નહીં. કેમ ખાલી પેટે મીઠાઇ ખાવાથી બલ્ડ સુગર લેવલ એકદમ વધી જાય છે. તમે થોડા પ્રમાણમા ભોજન સાથે અથવા ભોજન બાદ મીઠાઈનું સેવન કરી શકો છો.

2. મેઇન મિલ પહેલા મીઠાઇ ખાઑ

ભોજનના અમુક સમય પહેલા તમે થોડી મીઠાઈનું સેવન કરી શકો છો. આ રીતે મીઠાઇ ખાવાથી ઇન્સ્યુલીન પ્રોડકશનને વધારવામાં મદદ મળે છે અને બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

3. ભોજન સ્કીપ ના કરો

ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી જરૂરી હોય છે તેમના ભોજનને ક્યારેય સ્કીપ ના કરે. સમયાંતરે થોડું થોડું ભોજન લેતા રહે. આ દરમિયાન ભલે તમે દિવાળી પર કામમાં વ્યસત હોય પરંતુ વચ્ચે થોડું થોડું ભોજન તો લેતું જ રહેવાનુ. આનાથી ગ્લુકોઝ લેવલ જળવાય રહે છે.

4. પ્રોટીન અને કર્બ્સ્ને તમારા ડાયટમાં સામેલ કરો

સૌથી વધુ જરૂરી એ છે કે તમે તમારા ભોજનને બેલેન્સ રાખો. આમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરયુકત ભોજનને જરૂર સામેલ કરો. આ રીતનું ભોજન બલ્ડ સુગર લેવલને સ્પાઇ થવાથી બચાવે છે.

5. માત્ર 10 મિનિટ વોક માટે સમય કાઢો

દિવાળી પર આમ તો ખૂબ જ કામ હોય છે એટલે વર્કઆઉટ કરવાનો તો ટાઈમ ના મળે પરંતુ ભોજન બાદ 10 મિનિટ ચાલવાનું રાખો. ચાલવાથી શરીરનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટિસથી પીડિત લોકોએ દરરોજ 20 મિનિટ ચાલવું જ જોઈએ.

Next Story