Vitamin B12ની ખામી હોય તો આ વસ્તુઓ ખાવાનું કરો શરૂ..!

આપણા શરીરને ઘણા પોષક તત્વોની જરૂર પડે છે જ્યારે શરીરમાં પોષક તત્વોની ઊણપ સર્જાય છે તો અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ જાય છે.

Vitamin B12ની ખામી હોય તો આ વસ્તુઓ ખાવાનું કરો શરૂ..!
New Update

આપણા શરીરને ઘણા પોષક તત્વોની જરૂર પડે છે જ્યારે શરીરમાં પોષક તત્વોની ઊણપ સર્જાય છે તો અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ જાય છે. પોષક તત્વોની ઉણપના કારણે શરીરમાં નબળાઈ આવે છે અને તેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવા લાગે છે. ખાસ કરીને જો તમને સતત થાક અનુભવાતો હોય તો તમારા શરીરમાં વિટામીન B12 ની ઊણપ હોઈ શકે છે. આજે તમને જણાવીએ કે વિટામીન B12 ની ઊણપ હોય તો તમારે કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.

ઈંડા

વિટામીન B12ની ઊણપ હોય તો ઈંડા ખાવા જોઈએ. ઈંડામાં એવા પોષક તત્વો હોય છે જે વિટામીન B12ની ઊણપને દૂર કરે છે. જો તમારા શરીરમાં વિટામીન B12ની ઊણપ હોય તો તમે ઈંડાનું સેવન કરી શકો છો.

ડેરી પ્રોડક્ટ

ગાયના દૂધમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે. તેથી તમે તમારી ડાયટમાં દૂધ, દહીં જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

સોયા મિલ્ક

જે લોકોના શરીરમાં વિટામીન B12 ની ઊણપ હોય છે તે લોકોએ સોયા મિલ્કનું સેવન કરવું જોઈએ. સોયા મિલ્કનું સેવન કરવાથી ઝડપથી વિટામીન B12 ની ઊણપ દૂર થાય છે

#health #India #Connect Gujarat #BeyondJustNews #tips #eating #Vitamin B12 #Vitamin
Here are a few more articles:
Read the Next Article