Connect Gujarat
આરોગ્ય 

ગુલાબજળની સાથે ભૂલથી પણ આ વસ્તુઓ મિક્સ ના કરતાં, ચહેરો થઈ જશે એકદમ ખરાબ......

દરેક વ્યકતીને સુંદર દેખાવું ખૂબ જ ગમતું હોય છે અને તેના માટે તે અનેક પ્રકારના નુસ્ખાઓ અજમાવતા હોય છે.

ગુલાબજળની સાથે ભૂલથી પણ આ વસ્તુઓ મિક્સ ના કરતાં, ચહેરો થઈ જશે એકદમ ખરાબ......
X

દરેક વ્યકતીને સુંદર દેખાવું ખૂબ જ ગમતું હોય છે અને તેના માટે તે અનેક પ્રકારના નુસ્ખાઓ અજમાવતા હોય છે. સ્કિનની રંગત નિખારવાની સાથે સાથે લોકો ચહેરા પર ગુલાબ જળ લગાવે છે. તેનાથી ટેનિંગ અને કરચલીઓ ઘટે છે. ગુલાબ જળમાં મોઈશ્ચરાઇઝના ગુણધર્મો આવેલા હોવાથી ટે ત્વચાને હાઈડ્રેટ રાખે છે. તેનાથી સ્કિનમાં નિખાર પણ આવે છે. ઔષધિય ગુણોથી ભરપૂર ગુલાબજળ ચહેરાની ગંદકી સાફ કરવાની સાથે સાથે ચહેરાની સુંદરતા વધારવાનું પણ કામ કરે છે. પરંતુ કેટલીક ખોટી રીતે તેનો ઉપયોગ કરવાથી ત્વચાને નુકશાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કે ગુલાબજળનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને ગુલાબજળમાં કઈ વસ્તુઓ ના ઉમેરવી જોઈએ.

બેકિંગ સોડા સાથે ગુલાબજળ

બેકિંગ સોડા અને ગુલાબજળ આમ તો આ બંને વસ્તુઓ નેચરલ છે. પરંતુ તેમની અલગ અલગ પ્રકૃતિના કારણે એકમેક સાથે મળીને ચહેરા પર રીએકશન કરે છે. એનાથી તમારી ચહેરો નિસ્તેજ થઈ જાય છે ચહેરા પર ફોલ્લીઓ જોવા મળે છે.

વિનેગાર સાથે ગુલાબજળ

વિનેગાર ચહેરાના ડાઘ અને ધબ્બા દૂર કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ તેને ગુલાબજળ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરાને નુકશાન થઈ શકે છે. આમ કરવાથી સ્કિનનું પીએચ લેવલ બદલાઈ શકે છે.

લીંબુ સાથે ગુલાબજળ

આમ તો લીંબુ કોઈ પણ દાઘ હોય તેને દૂર કરવામાં મદદ કરે છે, એ પછી કપડાં પર હોય કે પછી ચહેરા પર, પરંતુ લીંબુના રસને ગુલાબજળમાં મિક્સ કરીને કયારેક ચહેરા પર ના લગાવવો જોઈએ આમ કરવાથી ચહેરો ડ્રાય થઈ જાય છે.

એસેન્શિયલ ઓઇલ સાથે ગુલાબજળ

ઘણા લોકો એવ હોય છે કે એસેન્સિયલ ઓઇલ સાથે ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવે છે. પરંતુ આમ કરવાથી ચહેરો ડલ પડી જાય છે.

વિચ હેઝલ સાથે ગુલાબજળ

વિચ હેઝલ એક પ્રકારની જડીબુટ્ટી છે. અને ગુલાબજળ પણ નેચરલી પ્રોડક્ટ છે. આ બંનેને સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ નહીં. આમ કરવાથી ફેસ ફેસ વધુ ડ્રાઈ બને છે અને ખંજવાળ પણ આવે છે.

Next Story