જો તમે આમાથી કોઈ પણ રોગની દવા લેવાનું અચાનક બંધ કરી દો છો તો સાવધાન,…. જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે....

કેટલાક રોગો એવા હોય છે જેની દવા એક વાર ચાલી કરી પછી તેને બંધ નથી કરાતી. આ દવાઓ દરરોજ લેવી પડે છે.

New Update
જો તમે આમાથી કોઈ પણ રોગની દવા લેવાનું અચાનક બંધ કરી દો છો તો સાવધાન,…. જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે....

કેટલાક રોગો એવા હોય છે જેની દવા એક વાર ચાલી કરી પછી તેને બંધ નથી કરાતી. આ દવાઓ દરરોજ લેવી પડે છે. ડોક્ટરો પણ તેને રોજ લેવાની ભલામણ આપે છે. પરંતુ કેટલાક લોકો ડોક્ટરની સલાહ લીધા વગર જ આ દવા ખાવાનું બંધ કરી દે છે. જો તમે પણ આવું કરો છો આજે જ બંધ કરી દેજો કારણ કે આનાથી શરીરને ખૂબ જ નુકશાન થાય છે.

થાઇરોઈડની દવા

એક વાર થાઇરોઈડની દવા શરૂ થઈ જાય પછી તેને દરરોજ લેવી પડે છે. જો તમે દરરોજ થઇરોઈડની દવા લો છો. તો તેનાથી શરીરને અનેક પ્રકારના નુકશાન થાય છે. કયારેક વધુ જોખમ વધી જવાથી દર્દીનુ મૃત્યુ પણ થાય છે. તેનાથી પણ જડપી ધબકારા થઈ શકે છે. તાવ, બેહોશી અને કોમાં જેવી પરિસ્થિતી પણ ઉદભવે છે.

હાઇ બ્લડ પ્રેસર

બીપીના દર્દીઓ તેને નિયંત્રિત કરવા માટે દરરોજ દવા લે છે. પરંતુ જો આ દવા ડોક્ટરની સલાહ લીધા વગર બંધ કરી દીધી તો ભારે નુકશાન થઈ શકે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. તાત્કાલિક દવા બંધ કરવાથી સ્ટ્રોક, આર્ટરીમાં ડેમેજ, કિડની ફેલ જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

ડિપ્રેશનની દવા

જો ડિપ્રેશનથી પીડિત દર્દીઓ એંટીડિપ્રેશન દવા લે છે. તો આવી સ્થિતિમાં તેમણે ડોક્ટરની સલાહ લીધા વગર દવા બંધ ના કરવી જોઈએ. કારણ કે તે બેભાન, ફ્લૂ જેવા લક્ષણો, પેટમાં દુખાવો વગેરેનું કારણ બને છે. આથી જ ડોકટરની સલાહ લીધા વગર દવા બંધ ના કરવી જોઈએ.

બ્લડ થિનર્સ

જે લોકોને સ્ટ્રોક અને હાર્ટ એટેકનુ વધુ જોખમ ધરાવતા લોકોને વારંવાર ડોક્ટર બલ્ડ થીનરની દવા આપે છે. જેથી બ્લડ જામે નહીં અને સ્ટ્રોકનું જોખમ ના રહે . જો તમે અચાનક આ દવાઓ લેવાનું બંધ કરો છો તો લોહી ગંઠાઈ જાય છે અને સ્ટ્રોક અને હાર્ટ એટેકનુ જોખમ વધી જાય છે.

એન્જાયટીની દવાઓ

એન્જાયટીની દવાઓ લેવાનું બંધ ન કરો કારણ કે તે તમારા સ્વાસ્થ્યને ખરાબ થઇ શકે છે.

એપીલેપ્સીની દવાઓ

એપીલેપ્સી, નસોમાં થનારા દુખાવો અને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ માટે લેવામાં આવતી દવાઓ અચાનક બંધ કરી દેવી જોઈએ. તેનાથી બીમારીઓથી થતી સમસ્યાઓ વધી જાય છે.

Latest Stories