/connect-gujarat/media/media_files/2025/04/01/c7fMgC2NMLmbP1QObjoa.jpg)
એન્ટિબાયોટિક એઝિથ્રોમાઇસીનની કિંમત પ્રતિ ટેબ્લેટ 11.87 રૂપિયા (250 મિલિગ્રામ) અને 23.98 રૂપિયા (500 મિલિગ્રામ) થશે
ભારતમાં આવશ્યક દવાઓની કિંમત કેન્દ્ર સરકારની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવે છે. ગત વર્ષના જથ્થાબંધ ભાવ સૂચકાંકને ધ્યાનમાં રાખીને આવશ્યક દવાઓના ભાવમાં ઘટાડો અથવા વધારો કરવામાં આવે છે.
એનપીપીએએ નિવેદનમાં જણાવ્યું હતું કે, કેલેન્ડર વર્ષ 2023ની સરખામણીમાં 2024 દરમિયાન WPI માં ફેરફાર 1.74 ટકા છે. દવા ઉત્પાદકો આ WPIના આધારે સુનિશ્ચિત ફોર્મ્યુલેશનના મહત્તમ છૂટક ભાવમાં વધારો કરી શકે છે અને આ સંદર્ભમાં સરકારની પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં.
સરકારના આ આદેશ બાદ એન્ટિબાયોટિક એઝિથ્રોમાઇસીનની કિંમત પ્રતિ ટેબ્લેટ 11.87 રૂપિયા (250 મિલિગ્રામ) અને 23.98 રૂપિયા (500 મિલિગ્રામ) થશે. એમોક્સિસિલિન અને ક્લેવ્યુલેનિક એસિડના ફોર્મ્યુલેશન સાથેના એન્ટીબેક્ટેરિયલ ડ્રાય સીરપની કિંમત પ્રતિ મિલી રૂપિયા 2.09 હશે.
એસાયક્લોવીર જેવા એન્ટિવાયરલની કિંમત પ્રતિ ટેબ્લેટ રૂપિયા 7.74 (200 મિલિગ્રામ) અને રૂપિયા 13.90 (400 મિલિગ્રામ) હશે. જ્યારે મેલેરિયાની સારવાર માટે વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વિનની કિંમત પ્રતિ ટેબ્લેટ 6.47 રૂપિયા (200 મિલિગ્રામ) અને 14.04 રૂપિયા (400 મિલિગ્રામ) હશે.
દુ:ખાવામાં રાહત આપતી દવા ડાયક્લોફેનાકની મહત્તમ કિંમત હવે પ્રતિ ટેબ્લેટ રૂપિયા 2.09 હશે, જ્યારે આઇબુપ્રોફેન ગોળીઓની કિંમત રૂપિયા 0.72 (200 મિલિગ્રામ) અને રૂપિયા 1.22 (400 મિલિગ્રામ) પ્રતિ ટેબ્લેટ હશે. એનપીપીએ રાષ્ટ્રીય આવશ્યક દવાઓની યાદીમાં હાજર 1000 થી વધુ દવાઓના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે.