ત્રણેય ઋતુમાં શિયાળો એ શ્રેષ્ઠ મોસમ છે કારણ કે વિવિધ હેલ્ધી વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે. જેમ કે પરાઠા, હલવો, ડ્રાય ફ્રુટ્સ લાડુ, ચિક્કી, ગજક આ સિઝનના ખાસ સ્વાદ છે, પરંતુ એક અન્ય ખાદ્યપદાર્થ છે જે ફક્ત શિયાળામાં જ બનાવવા અને પીવામાં ખરેખર મજા આવે છે અને તે છે સૂપ. સૂપનું સેવન બાળકોથી લઈને પુખ્ત વયના દરેક માટે ફાયદાકારક છે. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવીશું, જેની મદદથી તમે સૂપને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકો છો.
વિવિધ શાકભાજીના ઉપયોગથી :-
શિયાળા દરમિયાન તો બજારમાં ઘણા પ્રકારના શાકભાજી મળે છે, તેથી માત્ર ટામેટા, ગાજર અને બીટના સૂપ બનાવવાને બદલે તેને વિવિધ પ્રકારના શાકભાજીથી તૈયાર કરો. પાલક, બ્રોકોલી, મશરૂમ, વટાણા જેવી ઘણી શાકભાજી છે જેને તમે તેનો સ્વાદ વધારવા માટે સૂપમાં ઉમેરી શકો છો.
પ્રોટીન વાડો ખોરાક ઉમેરો :-
આહારમાં પ્રોટીન હોવું ખૂબ જ જરૂરી છે, તેથી તમારે સૂપમાં પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ માટે તમે સૂપમાં પનીર, સોયાબીન, ચણા, મગ ઉમેરી શકો છો. આ સૂપને સંપૂર્ણ ભોજન બનાવશે. પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે.
અનાજનો ઉપયોગ કરી શકાય :-
જો તમે વજન ઘટાડવા માટે લંચ અથવા ડિનરમાં સૂપનો સમાવેશ કરી રહ્યાં છો, તો તમે તેમાં થોડી માત્રામાં અનાજ ઉમેરી શકો છો. કારણ કે સૂપ એ એપેટાઇઝર છે, એટલે કે તેને પીવાથી ભૂખ વધે છે, તેથી તમારું વજન ઘટાડવાનું લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ બની શકે છે, પરંતુ જો તમે પાસ્તા, બ્રાઉન રાઇસ, જવ વગેરે જેવા અનાજને મિક્સ કરીને ખાઓ છો, તો તે વધુ સ્વસ્થ રહેશે.અને સાથે જ એક વાટકી સૂપ પીવાથી તમારું પેટ પણ ભરાઈ જશે.