Connect Gujarat
આરોગ્ય 

શિયાળામાં સાંજના સમયે ક્યારેય ના કરો આ વસ્તુઓનું સેવન, પડી શકો છો બીમાર......

શિયાળામાં કેળાનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. કેળાં અતિશય ઠંડીમાં શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે

શિયાળામાં સાંજના સમયે ક્યારેય ના કરો આ વસ્તુઓનું સેવન, પડી શકો છો બીમાર......
X

શિયાળાની ઋતુ આવી ગઈ છે અને આ ઋતુમાં સ્વાસ્થયનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે આ ઠંડીની સિઝનમાં આપણી પાચનશક્તિ નબળી પડી જાય છે. આથી જ અમુક એવિ વસ્તુઓ હોય છે જેને આપણે સાંજના સમયે ના લેવી જોઈએ. ઘણા એવા ફળ અને શાકભાજી છે જે શિયાળામાં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સાંજ પછી આ વસ્તુનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ નુક્ષંકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ એવિ કઈ વસ્તુઓ છે જેને સાંજના સમયે લેવી ના જોઈએ.

કેળાં

શિયાળામાં કેળાનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. કેળાં અતિશય ઠંડીમાં શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે અને તેનાથી સાઇનસની સમસ્યા પણ થઈ શકે છે.

દહી

શિયાળામાં સાંજે દહીંનું સેવન ના કરવું જોઈએ. કારણ કે તેનાથી કફ અને શરદીની સમસ્યા વધી શકે છે. આ સિવાય દહીં પચવામાં અસમર્થતાને કારણે પેટમાં દુખાવો અને ઉલ્ટી પણ થઈ શકે છે.

ગાજર

ગાજરમાં સારી માત્રામાં ફાઈબર આવેલું હોય છે. શિયાળામાં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ શિયાળામાં સાંજ પછી તેનું સેવન કરવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. ગાજરનો પીળો ભાગ ખૂબ જ ગરમ હોય છે જે પેટમાં બળતરા કરે છે. આ સમસ્યા ખાસ કરીને રાતે વધુ જોવા મળે છે. જેના કારણે તમારી ઊંઘમાં પણ ખલેલ પહોચે છે.

આઇસ્ક્રીમ

શિયાળાની ઠંડી ઋતુમાં આઇસ્ક્રીમ અને ઠંડા પીણાંનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેના કારણે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને પાચનતંત્રને પણ નુકશાન થાય છે.

કાકડી

ઠંડી ઋતુમાં કાકડી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે કાકડીમાં 90 ટકા પાણી હોય છે જેના કારણે શરદી અને ઉધરસની સમસ્યા થઈ શકે છે. જેથી તમારી ઊંઘ બગડે છે.

Next Story