સાંજ પડે અને ઘરમાં ઘુસવા લાગે છે મચ્છર? તો અજમાવો આ 4 ઘરગથ્થુ ઉપાય, મચ્છરનો થઈ જશે સફાયો

વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઇરલ બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે.

સાંજ પડે અને ઘરમાં ઘુસવા લાગે છે મચ્છર? તો અજમાવો આ 4 ઘરગથ્થુ ઉપાય, મચ્છરનો થઈ જશે સફાયો
New Update

વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઇરલ બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે. સાંજ પડે એટલે બારી દરવાજામાંથી મચ્છરના ઝુંડ ઘરમાં ઘૂસવા લાગે છે. ઘણી વખત તો મચ્છર માટે લિક્વિડ રેપેલેન્ટ અને કોઈલ કરવામાં આવે તો પણ મચ્છરનો ત્રાસ ઓછો થતો નથી. જો મચ્છરોનો આ ત્રાસ તમને પણ સતાવી રહ્યો હોય તો મચ્છરથી મુક્તિ મેળવવાના ચાર ઉપાય અચૂક તમને જણાવીએ. આ અસરકારક ઉપાય કરવાથી ઘરમાંથી મચ્છરનો સફાયો થઈ જશે.

મચ્છર ભગાડવાના અચૂક ઉપાયસાંજ પડે અને ઘરમાં ઘુસવા લાગે છે મચ્છર? તો અજમાવો આ 4 ઘરગથ્થુ ઉપાય, મચ્છરનો થઈ જશે સફાયો1. ઘરમાં મચ્છર ને આવતાં રોકવા માટે લીંબુ અસરકારક છે. તેના માટે લીંબુના ટુકડા કરી તેમાં લવિંગ રાખી દેવા. હવે આ લીંબુ ને ઘરની એવી જગ્યાઓ પર રાખી દ્યો જ્યાં મચ્છર સૌથી વધુ આવતા હોય. આ લીંબુ રાખ્યા પછી મચ્છર દૂર ભાગી જશે.

2. મચ્છર ને ઘરમાંથી ભગાડવા માટે લસણ પણ ઉપયોગી છે. તેના માટે લસણ ને પહેલા બાફી લેવું અને પછી તેની પેસ્ટ બનાવી તેને પાણીમાં ઉમેરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરની એવી જગ્યા ઉપર છાંટી દો જ્યાં મચ્છર બેસતા હોય. આ ઉપાય કરવાથી મચ્છર ભાગી જશે.

3. તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે અને તે મચ્છર ભગાડવામાં પણ કામ લાગે છે. તેના માટે તુલસીના જે પાન સુકાઈ અને ખરી જાય તેને એકત્ર કરી અને સાંજના સમયે ઘરમાં સળગાવો. તેનાથી થતા ધુમાડાથી મચ્છર ભાગી જાય છે

4. લીમડાના પાન પણ મચ્છર ભગાડવા માટે ઉપયોગી છે. તેના માટે એક માટીનું વાસણ લેવું અને તેમાં સૂકા લીમડાના પાન મુકવા. તેની અંદર થોડું કપૂર, લવિંગ અને તમાલપત્ર ઉમેરી સાંજના સમયે ઘરમાં સળગાવો. થોડીવાર માટે ઘરના બારી દરવાજા બંધ રાખવા. આ ઉપાય કરશો એટલે મચ્છર ઘરમાંથી ભાગી જશે.

#India #Connect Gujarat #BeyondJustNews #home remedies #house #mosquitoes #night #Bites
Here are a few more articles:
Read the Next Article