/connect-gujarat/media/post_banners/c3de9f8209dd4191b2c448c2e49a44c66457b16885f542310efbde8a122268f0.webp)
દરેક છોકરીઓને કાળા, લાંબા અને હેલ્ધી વાળ ગમતા હોય છે. આ સાથે જ સિલકી અને સૈની વાળ પણ પહેલી પસંદ હોય છે. પરંતુ સ્ટ્રેસ અને ભાગડોળ ભરી લાઈફમાં વાળથી લઈને અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉદભવ્યા જ કરે છે. આ માટે તમારે લાઈફ સ્ટાઇલમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી બને છે. આમ જો તમને વાળ ખરવા, વાળમાં ખોડો થવો, વાળ તૂટવા, રફ હેર, ડેંડરફ જેવી અનેક સમસ્યાઓમાંથી તમને રાહત અપાવશે એક જ વસ્તુ, એ છે ડુંગળીનું તેલ... પરંતુ તમને થતું હશે આ ડુંગળીનું તેલ કેમ બનાવવું અને તેને ક્યારે અને કેમ એપલાઈ કરવું તો આજે મને જણાવીશું આ બધા વિષે....
ડુંગળીનું તેલ કેવી રીતે બનાવશો?
ડુંગળીનું તેલ બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળીને છોલીને કટકા કરી લો. આ ડુંગળી વધારે મોટી નહીં, પરંતુ ઝીણી સમારવાની રહેશે. હવે કોકોનટ ઓઇલ અથવા જૈતુનનું તેલ લો અને ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં સમારેલી ડુંગળી નાખો અને બરાબર ગરમ થવા દો. ધુમાડા થોડા નિકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો. ખાસ ધ્યાન એ રાખો કે આ બધુ ધીમા ગેસે કરવાનું રહેશે. આ તેલને ગાળીને એક બોટલમાં ભરી લો.
વાળમાં કેવી રીતે એપ્લાઈ કરવું?
ડુંગળીનું તેલ વાળમાં કેવી રીતે લગાવવુ જોઇએ એ જાણવું ખૂબ જરૂરી છે. તમે કોઇ પણ સમયે લગાવો છો તો એનો કોઇ વધારે ફાયદો થતો નથી. ખાસ ધ્યાન એ રાખો કે વાળમાં ડુંગળીનું તેલ લગાવતા પહેલાં તમે હેર વોશ કરી લો. હેર વોશ કરવાથી વાળમાં રહેલી ગંદકી દૂર થઇ જાય છે. હેર પ્રોપર રીતે કોરા થઇ જાય એટલે આ તેલ તમારે રાત્રે ઊંઘતા પહેલાં લગાવવાનું રહેશે.
મસાજ કરો
ડુંગળીનું તેલ વાળમાં નાખ્યા પછી 15 થી 20 મિનિટ સુધી મસાજ કરો. આમ કરવાથી વાળમાં મસાજ થાય છે અને બ્લડ સર્કુલેશન સારું થાય છે જેના કારણે વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ તેલ તમે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.