Connect Gujarat
આરોગ્ય 

વધારે પ્રમાણમા કેરી ખાવા વાળા લોકો થઈ જાઓ સાવધાન.. સુગર લેવલ થઈ શકે છે હાઇ

આપણે અહિયાં કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે. અને બજારમાં વિવિધ પ્રકારની કેરીઓ વેચાવા લાગી છે.

વધારે પ્રમાણમા કેરી ખાવા વાળા લોકો થઈ જાઓ સાવધાન.. સુગર લેવલ થઈ શકે છે હાઇ
X

આપણે અહિયાં કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે. અને બજારમાં વિવિધ પ્રકારની કેરીઓ વેચાવા લાગી છે. આ સાથે જ મોટાભાગના લોકોને કેરી ખૂબ જ પ્રિય હોય છે. અમુક લોકો તો દિવસમાં 5 થી 6 કેરી સુધારીને ખાય જતાં હોય છે અથવા તો તેનો રસ કાઢી ને પી જતાં હોય છે. આમ જોઈએ તો કેરી સ્વાસ્થ્ય માટે સારી છે પરંતુ જો વધુ પ્રમાણમાં કેરી ખાવામાં આવે તો અનેક બીમારીઓને પણ નોતરી શકાય છે. જો તમે કેરીનાં ફાયદાઓ જાણતા હોય તો તમને તેના નુકશાન વિષે પણ ખબર હોવી જોઈએ.

1. એક રિપોર્ટ અનુસાર કેરીનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે. કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધુ હોય છે. ઘણી વાર ફળોમાં રહેલી નેચરલ સુગર પણ શુદ્ધ ખાંડની જેવી અસર કરે છે. આ સાથે જ્યારે કેરીની છાલ કાઢી લેવામાં આવે છે ત્યારે પાચનને ધીમું કરવા માટે ફાઇબરનું પ્રમાણ રહેતું નથી. તેથી આવા કિસ્સામાં જો તમને ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીસ હોય તો કેરી સાથે થોડો અન્ય ખોરાક પણ લેવો જોઈએ.

2. કયારેક વધારે પડતી કેરી ખાવાથી પેટની સમસ્યા પણ વધી જતી હોય છે. હકીકતમાં જોઈએ તો કેરીની પ્રકૃતિ ગરમ હોય છે. તેથી એક સાથે 3-4 કેરી ખાવાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. જેમા ઝાડા થઈ શકે છે. અને ખાસ વાત તો એ છે કે, જો તમને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય તો ભૂલથી પણ કેરી ન ખાવી જોઈએ.

3. કેરીનું વધુ પડતુ સેવન કરવાથી તમારું વજન પણ વધી શકે છે. કેરીમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે, એટલે વધારે પ્રમાણમાં કેરી ખાવાથી તમારું વજન વધી શકે છે. એટલે જો તમારું વજન પહેલેથી જ વધારે હોય તો કેરીનું સેવન ન કરવું અથવા તેને ઓછું કરવું હિતાવહ છે.

4. કેરીની તાસીર ગરમ હોય છે અને તેથી કેરીને વધુ પ્રમાણમાં ખાવાથી ચહેરા પર ખીલ તેમજ ગરમીની ફોલ્લીઓ થઈ શકે છે. જે લોકોને ત્વચાને લગતી કોઈપણ સમસ્યા જેવી કે ફોલ્લીઓ અને પિમ્પલ્સ ઉનાળામાં વધુ હોય છે, તેઓએ કેરીનું સેવન કરવાથી દુર રહેવું જોઈએ.

5. ઉનાળાની ઋતુમાં ગરમી વધારે હોય છે અને તેવામાં જો તમે એક જ દિવસમાં 4-5 કેરી ખાઈ જશો તો તમારું પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. તેથી કેરીને પચાવવી મુશ્કેલ કામ થઈ શકે છે. પેટમાં કેટલાક સારા બેક્ટેરિયા હોય છે પરંતુ જો વધુ કેરી ખાવામાં આવે તો સારા બેક્ટેરિયાને નુકસાન થાય છે. જેના કારણે કેરીને પચવામાં મુશ્કેલી પડશે. આમ, નિષ્ણાતની સલાહ લીધા પછી જ ડાયાબિટીસ, ત્વચા સંબંધી સમસ્યાઓ, પેટ સંબંધિત સમસ્યાવાળા લોકોએ કેરી ખાવાનો આનંદ લેવો જોઈએ.

Next Story