Connect Gujarat
આરોગ્ય 

શિયાળા દરમિયાન ખાવામાં ખૂબ જ ફાયદા કારક છે રાગી, તો આ રીતે તમારા આહારમાં કરો સામેલ

શિયાળાની ઋતુ આવતાની સાથે જ આપણી ખાનપાન અને કપડાંમાં ઘણા બધા બદલાવ આવવા લાગે છે.

શિયાળા દરમિયાન ખાવામાં ખૂબ જ ફાયદા કારક છે રાગી, તો આ રીતે તમારા આહારમાં કરો સામેલ
X

દેશના વિવિધ ભાગોમાં વરસાદ બાદ હવે ઠંડીએ વધારે જોર પકડ્યું છે. શિયાળાની ઋતુ આવતાની સાથે જ આપણી ખાનપાન અને કપડાંમાં ઘણા બધા બદલાવ આવવા લાગે છે. આ ઋતુમાં લોકો ઘણીવાર આવી ખાણીપીણીની વસ્તુઓ અને કપડાંને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે છે, જે તેમને ઠંડીથી બચાવે છે અને અંદરથી ગરમ રાખે છે. ખાસ કરીને ખાવાની વાત કરીયે તો જેમ ઘઉં, બાજરી, જુવાર ખાવામાં આવે છે, તેવી જ રીતે રાગી એ શિયાળા દરમિયાન ખાસ ખાવામાં આવે છે અને શરીર માટે ખૂબ જ ફાયદા કારક માનવમાં આવે છે, જેને શિયાળામાં તમારા આહારનો ભાગ બનાવવામાં આવે તો ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે.

પોષક તત્ત્વોથી ભરપૂર રાગી એ તમારા શરીરને ખનિજો, પ્રોટીન અને ડાયેટરી ફાઇબર પૂરા પાડવા માટે યોગ્ય અનાજ છે. તેને ફિંગર બાજરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભારતમાં હજારો વર્ષોથી ઉગાડવામાં આવે છે અને પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે. જો તમે પણ શિયાળામાં સ્વસ્થ રહેવા માટે પરફેક્ટ વિકલ્પ શોધી રહ્યા છો, તો રાગી એક ઉત્તમ વિકલ્પ છે. તમે તેને આ 5 રીતે તમારા આહારમાં સામેલ કરી શકો છો.

રાગી મિલ્કશેક :-

રાગીને આહારમાં સામેલ કરવાની સૌથી સરળ અને સ્વાદિષ્ટ રીત છે રાગી મિલ્કશેક. શિયાળામાં તેને તમારા આહારનો ભાગ બનાવવા માટે, તમે રાંધેલી રાગીને દૂધ, કેળા અને મધ સાથે મિક્સ કરીને ટેસ્ટી અને હેલ્ધી મિલ્કશેક બનાવી શકો છો.

રાગી ઢોસા :-

તમે રાગીને તમારા આહારમાં ઢોસાના રૂપમાં પણ સામેલ કરી શકો છો. આ પરંપરાગત દક્ષિણ ભારતીય વાનગી ધાન્યના લોટમાં રહેલું ગ્લુટેન મુક્ત અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તેને બનાવવા માટે, રાગીને પાણી, ડુંગળી, લીલા ધાણા અને મસાલા સાથે મિક્સ કરો અને તેને પીસી લો અને પછી તેને પેનકેકની જેમ પકાવો.

રાગી સલાડ :-

જો તમે રાગીને તમારા શિયાળાના આહારનો ભાગ બનાવવા માંગો છો, તો તમે તેને તમારા આહારમાં સલાડના રૂપમાં પણ સામેલ કરી શકો છો. આ માટે કેપ્સિકમ, કાકડી અને ટામેટા જેવા શાકભાજીમાં રાંધેલી રાગી મિક્સ કરો અને સ્વાદ માટે તમે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

રાગી પેનકેક :-

સ્પોંજી અને પૌષ્ટિક પેનકેક બનાવવા માટે રાગીના લોટને ઇંડા, છાશ અને તેલ સાથે મિક્સ કરો. વધારાની મીઠાશ માટે તાજા ફળ અને મેપલ સીરપ પણ ઉમેરી શકાય છે.

Next Story