Connect Gujarat
આરોગ્ય 

દાડમની છાલને કચરો સમજી ફેકતા પહેલા આ જરૂરથી વાંચી લેજો, શરીર માટે છે એક ઉત્તમ ઔષધિ

દાડમનો ઉપયોગ કરવા માટે તેના દાણા કાઢીને તેની છાલ ને ફેકી દેવામાં આવે છે. જો તમે પણ આવું જ કરો છો

દાડમની છાલને કચરો સમજી ફેકતા પહેલા આ જરૂરથી વાંચી લેજો, શરીર માટે છે એક ઉત્તમ ઔષધિ
X

દાડમનો ઉપયોગ કરવા માટે તેના દાણા કાઢીને તેની છાલ ને ફેકી દેવામાં આવે છે. જો તમે પણ આવું જ કરો છો તો આજ પછી આ આદત બદલી નાખશો. કારણ કે આજે તમને દાડમથી થયા સ્વાસ્થયના લાભ વિશે જણાવીશું. દાડમની છાલનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા બધા લાભ થાય છે. દાડમના દાણા જે રીતે આપણાં શરીરને ફાયદો કરે છે તે જ રીતે દાડમની છાલ પણ એટલો જ ફાયદો કરે છે. તો આજે તમને જણાવીએ દાડમની છાલના ફાયદાઓ

દાડમની છાલનું ચૂર્ણ બનાવો

દાડમની છાલ નો ઉપયોગ કરવા માટે તેમાંથી ચૂર્ણ બનાવી શકાય છે. તેના માટે દાડમની છાલને તડકામાં સૂકવી અને તેનો પાવડર તૈયાર કરી લેવો. આ ચૂર્ણનું રોજ સેવન કરવાથી શરીરમાં ઘણા બધા ફાયદા જોવા મળે છે.

દાડમની છાલનું ચૂર્ણ લેવાથી થતા ફાયદા

- જો તમે આ છાલનું ચૂર્ણ રોજ લેવાનું રાખો છો તો તમારી સ્કિનમાં સુધારો જોવા મળશે.

- દાડમની છાલનું ચૂર્ણ લેવાથી ગળામાં થતી ખરાશની સમસ્યા પણ દૂર થાય છે.

- દાડમની છાલનું ચૂર્ણ લેવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

- આ ચૂર્ણ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ મટાડી શકે છે.

Next Story