/connect-gujarat/media/media_files/2025/07/29/heart-blockage-2025-07-29-15-49-50.jpg)
અત્યારના આધુનિક સમયમાં લોકો જંકફુડ ખાવાનુ વધારે પસંદ કરતા હોય છે. વિકેન્ડ પર ઓછા લોકો ઘરે ખાવાનુ પસંદ કરતા હશે.
આજ કાલ હાર્ટ બ્લોકેજના કિસ્સાઓ પણ ઘણા સામે આવી રહ્યા છે. ડોક્ટરો ચેક કરીને દવાઓ તો આપે જ છે પણ તમે તેની સાથે સાથે ઘરેલું ઉપચારથી આ સમસ્યાનુ નિરાકરણ લાવી શકો છો.
હાર્ટ માટે બ્રોકલી એક સુપર ડુપર ફુડ ગણવામાં આવે છે. આ ફુડમાં ફાઇબર, એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન કે, સી વધુ પ્રમાણમાં હોય છે.આ ફુડ હાર્ટ સુધી પહોંચતી દરેક નળીઓને મજબૂત બનાવે છે અને સોજાને ઓછું પણ કરે છે. બ્રોકલી બ્લડપ્રેશરને નિયત્રિંત કરવામાં મદદરૂપ થાય છે અને હાર્ટ માટે વધુ સારૂં છે.
આપણે સૌ સાંભળતા આવ્યા છીએ કે લસણ ખાવાથી લોહી પાતળું થાય છે. જી હાં આ વાત સાચી છે. લસણને એક પ્રાકૃતિક નેચરલી ઔષધી માનવામાં આવે છે.લસણમાં એલિસિન નામનુ એક તત્વ હોય છે અને તેમાં કોલસ્ટ્રોલને ઓછુ કરવાની ક્ષમતા છે. આ સિવાય તે લોહીની નળીઓમાં જમા થયેલુ ફેટ ઓછું કરે છે. એટલે લસણ તમારાં આહારમાં એડ કરી શકો છો.
પાલક એ આયરનથી ભરપૂર લીલા શાકભાજી છે. પાલકમાં આયરન, ફોલિક એસિડ અને નાઇટ્રેટ હોય છે. જે રક્તને સાફ કરે છે. માંસપેશીઓને ઓક્સિજન પહોંચાડે છે. જે પણ વ્યક્તિઓને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય છે તે પાલકને આહારમાં સામેલ કરી શકે છે.
Health is Wealth | Heart Problem | Heart Blockage Treatment | healthy lifestyle