શિયાળામાં નિયમિત 15 મિનિટનો તડકો તમને રાખશે અનેક બીમારીઓથી દુર, રહેશો હંમેશા હેલ્ધી....

શિયાળામાં જો સ્વાસ્થ્ય સમસ્યાથી બચવું હોય તો તમારે રોજ 15 થી 20 મિનિટ તડકામાં બેસવું જોઈએ

New Update
શિયાળામાં નિયમિત 15 મિનિટનો તડકો તમને રાખશે અનેક બીમારીઓથી દુર, રહેશો હંમેશા હેલ્ધી....

ગુલાબી ઠંડી અને શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શિયાળામાં ખોરાકનું મહત્વ પણ વધી જતું હોય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકો વધુ બીમાર પડતાં હોય છે. શિયાળામાં લોકો ઠંડીથી બચવા માટે તડકામાં બેસે છે. પરંતુ આ ઋતુમાં સૂર્યનો પ્રકાશ આપણને ઠંડીથી બચાવવાની સાથે આપણી ત્વચા અને શરીરને પણ અસર કરે છે. નિયમિત સૂર્યપ્રકાશ લેવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં પણ પહેરતા હોય છે. જેના કારણે શરીરને સીધો તડકો મળતો નથી. અને સાથે જ અનેક રોગો થવાનું પણ જોખમ વધી જાય છે. શિયાળામાં જો સ્વાસ્થ્ય સમસ્યાથી બચવું હોય તો તમારે રોજ 15 થી 20 મિનિટ તડકામાં બેસવું જોઈએ.

સૂર્યપ્રકાશ લેવાના ફાયદાઓ

· સૂર્યપ્રકાશમાં એવા ગુણો આવેલા હોય છે. જે ત્વચાને અસર કરતાં વિવિધ ચેપનું જોખમ ઘટાડે છે. સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં WBCની પૂરતી રચના થાય છે અને તે રોગ સામે લડવાનું કામ કરે છે.

· બાળકો માટે સૂર્યપ્રકાશ લેવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને જે બાળકએ માતાનું દૂધ પીવાનું બંધ કરી દીધું છે તેમણે 15 મિનિટ સૂર્યપ્રકાશ આપવાથી તમને વિટામિન ડી મળે છે.

· હેલ્થ એક્સપર્ટના કહેવા અનુસાર જે લોકોને કેન્સર છે તેમણે શિયાળામાં સૂર્યપ્રકાશ લેવો જોઈએ. તેનાથી રોગમાંથી રાહત અનુભવી શકાય છે. જે લોકો સૂર્યપ્રકાશ લે છે તેને કેન્સર થવાના ચાન્સ પણ ઘટી જાય છે.

· સૂર્યપ્રકાશ માંથી વિટામિન ડી મળે છે. જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય સૂર્યસ્નાન કરવાથી સાંધાના દુખાવા, શરદી ઉધરસ અને શરીરમાં દુખવાથી રાહત મળે છે.

· 15 મિનિટ સૂર્યપ્રકાસ લેવાથી શરીરમાં મેલેટોનીન ઉત્પન્ન થાય છે. આ હોર્મોન્સ સારી રીતે અને ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનાથી માનસિક સ્ટ્રેસ પણ ઓછો થાય છે.  

Latest Stories