ચોમાસાની ઋતુમાં ફંગલ ઇન્ફેક્શનથી બચવા રાખો ખાસ ધ્યાન, આ ટિપ્સથી મેળવી શકશો રાહત

New Update
ચોમાસાની ઋતુમાં ફંગલ ઇન્ફેક્શનથી બચવા રાખો ખાસ ધ્યાન, આ ટિપ્સથી મેળવી શકશો રાહત

આગજરતી ગરમીમાંથી વરસાદે રાહત તો આપી છે, પરંતુ એવી ઘણી બીમારીઓ પણ સાથે લાવે છે. ચોમાસાની ઋતુમાં ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. વરસાદમાં પલડવાના કારણે અને મોડે સુધી પાણીમાં રહેવાના કારણે ફંગલ ઇન્ફેક્શન શરીરમાં ઘૂસી જાય છે. ઘણી વાર આ ઇન્ફેક્શન તકલીફદાયક અને દર્દનાક બની જતું હોય છે. જેના કારણે આપણે અનકમ્ફર્ટેબલ ફિલ કરીએ છીએ. વરસાદમાં પોતાને ઇન્ફેક્શન અને ફંગલ જેવી બીમારીથી બચાવી રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ..

1. આરામદાયી કપડાં

સુતરાઉ કે લીનેન જેવા આરામદાયી કપડાં પહેરવાનું રાખો. શરીર સુધી હવા પહોચે તેવા ઢીલા કપડાં પહેરો જે તમારી સ્કિનને ડ્રાય રાખે છે અને તમને ફંગલ ઇન્ફેક્શનથી બચાવશે..

2. સ્કિનને ડ્રાય રાખો

વધારે ભેજના કારણે શરીર પર ફંગલનો જમાવડો થઈ જાય છે. જયારે તમે વરસાદમાં પલળો છો ત્યારે પછી ખાસ ધ્યાન રાખો કે તમે તમારા શરીરનો એક એક ભાગ સરખી રીતે ડ્રાય કરી લીધો છે કે નહીં. બગલ, આંગળીની વચ્ચેની જગ્યાએ ફંગલનો ખતરો વધૂ હોય છે. જેથી શરીરના તમામ સાંધાને સરખી રીતે સાફ કરો.

3. પર્સનલ હાઇજિન

ફંગલ ઇન્ફેક્શનથી બચવા માટે પર્સનલ હાઇજિનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નિયમિત રીતે હાથને સાબુ વડે ધોઈ લો. ખાસ કરીને વરસાદમાં પલડ્યા પછી આવું કરવાની આદત રાખો. તમારા નખને નાના અને સાફ રાખો. જેથી તમે વરસાદની સિઝનમાં ઇન્ફેક્શનથી બચી શકો.

4. હાઈડ્રેટેડ રહો

પૂરતા પ્રમાણમા પાણી પીવાથી સ્કીન સ્વસ્થ રહે છે અને શરીરના પ્રદુષિત તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. વિટામિન અને મિનરલસથી ભરપૂર ડાયટ તમારી ઇમ્યુનિટીને મજબૂત કરે છે. તેનાથી આ ફંગલ ઇન્ફેક્શન સામે પ્રતિરોધી બની શકે છે.

5. એંટીફંગલ પાવડરનો ઉપયોગ કરો

સ્કિનને સૂકી રાખવા માટે અને ફંગલને વધતું અટકાવવા માટે તમે એંટીફંગલ પાવડરનો ઉપયોગ કરી શકો છો. શરીરમાં જ્યાં પરશેવો વધારે થતો હોય ત્યાં આ પાવડર લગાવવાથી રાહત મળે છે.  

Latest Stories