Connect Gujarat
આરોગ્ય 

ઘૂંટણના દુખાવાથી પરેશાન છો? તો હવે ચિંતા ના કરો, અજમાવો આ ઘરગથ્થું ઉપચાર, મળશે તુરંત રાહત.....

હાલમાં મોટા ભાગના લોકોમાં ઘૂંટણના દુખાવાથી પીડાય છે. દુનિયાભરના લોકો આ દુખાવાથી પરેશાન છે.

ઘૂંટણના દુખાવાથી પરેશાન છો? તો હવે ચિંતા ના કરો, અજમાવો આ ઘરગથ્થું ઉપચાર, મળશે તુરંત રાહત.....
X

હાલમાં મોટા ભાગના લોકોમાં ઘૂંટણના દુખાવાથી પીડાય છે. દુનિયાભરના લોકો આ દુખાવાથી પરેશાન છે. જોકે આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ આ દુખાવો જોવા મળે છે. આ દુખાવો એક નહીં પરંતુ અનેક કારણોથી થતો હોય છે. ઉંમરની અસર, ભોજનમાં પોષકતત્વોની કમી, અથવા તો પડવાના કારણે પણ ઘૂંટણમાં દુખાવો થતો હોય છે. પરંતુ જ્યારે લાંબા સમય સુધી આ દુખાવાનું નિરાકરણ ના આવે તો પરેશાની વધી જતી હોય છે. માટે જ્યારે પણ ઘૂંટણ માં દુખાવો થાય ત્યારે ઘરેલુ ઉપચાર કરીને છુટકારો મેળવી શકાય છે.

હળદર

· સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવતી હળદરમાં ઘણા પ્રકારના ઔષધિય ગુણ મળી આવે છે. એંટી ઇન્ફ્લેમેટરી અને એંટી બેક્ટેરિયલ ગુણના કારણે ઘૂંટણના દુખવાથી હળદર તરત છુટકારો આપી શકે છે. એક ચમછી હળદર જરૂરિયાત પ્રમાણે પાણીમાં નાખીને પેસ્ટ બનાવીને ઘૂંટણ પર લગાવી શકો છો. દિવસમાં 2 વખત આમ કરવાથી ઘૂંટણના દુખાવા છુટકારો મળશે.

એલોવેરા

· ઔષધિય ગુણોનો ભરપૂર ખજાનો એલોવેરા ઘૂંટણના દુખવાને ખેંચીને બહાર કાઢે છે. એલોવેરા જેલ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. ઘૂંટણમાં સોજો પણ તેનાથી ઓછો થઈ જાય છે. તમે ઈચ્છો તો એલોવેરા જેલમાં થોડી હળદર નાખીને લગાવવાથી દુખાવામાં થોડી રાહત મળે છે.

આદું

· ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે આદું ખૂબ જ ફાયદાકારક છે. આદુમાં હજાર એંટી ઇન્ફ્લેમેટરી ગુણ દુખવાથી રાહત આપે છે. સાંધાના દુખવામાં પણ આદું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગરમ પાણીમાં આદું નાખીને પાણીને ગાળીને સ્વાદ માટે મધ અને લીંબુનો રસ નિક્સ કરીને પીવો. આ પાણી દરરોજ પીવાથી ધૂંટણનો દુખાવો દૂર થાય છે.

કપૂરનું તેલ

· જો તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન છો. તો તમે કપૂરના તેલનો ઉપયોગ કરી શકો છો. આ દુખાવામાં રાહત પહોચાડવાનું કામ કરે છે. એક ચમચી કપૂરના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરી જ્યારે ઠંડુ થઈ જાય પછી ઘૂંટણ પર દિવસમાં 2 વાર લગાવવાથી થોડા સમયમાં તેની અસર જોવા મળશે અને ઘૂંટણનો દુખાવો દૂર થશે.

એપ્સમ સોલ્ટ

· ઘૂંટણના દુખાવાથી છુટકારો અપાવવામાં એપ્સમ સોલ્ટ પણ સારી રીતે કામ કરે છે. એપ્સમ સોલ્ટમાં મેગ્નોશિયમ અને સલ્ફેટ પણ મળી આવે છે. જે દુખાવાને ઓછુ કરવાની સાથે સોજાથી પણ રાહત આપવાનું કામ કરે છે. નહાવાના પાણીમાં અપ્સમ સોલ્ટને મિક્સ કરીને ઉપયોગ કરો. તેનાથી બ્લડ ફ્લો સુધરશે અને ખૂબ રાહત મળી શકે છે.

Next Story