/connect-gujarat/media/post_banners/9ac28002bcd186e896010908598832df5567edd510b9a01968e9fc3debcd02e6.webp)
કાજુ ખાવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. જો યોગ્યરીતે આ ડ્રાઈફ્રૂટ્સનું સેવન કરવામાં આવે તો અનેક રોગો દૂર થઈ શકે છે. લોકો કાજુને ઘણી વાનગીઑમાં નાખીને ખાય છે. પરંતુ તેને પલાળીને ખાવા સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આજે તમને જણાવીએ પલાળેલા કાજુના ફાયદાઓ
કાજુ સ્વાદ અને પોષક તત્વોનો ખજાનો ગણાય છે. તેને વિશ્વમાં સૌથી વધુ ખાવામાં આવતું ડ્રાઈફ્રૂટ્સ ગણી શકાય. કાજુને ઘણી શાકભાજી અને મીઠાઈમાં નાખવામાં આવે છે. જેથી તેનો સ્વાદ વધારી શકાય. કાજુ ખાવામાં કેટલા ટેસ્ટી છે એટલા જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
જો કાજુને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે ઊઠીને તેનું સેવન કરવામાં આવે તો આ ડ્રાઈ ફ્રૂટ્સ તમારા શરીરને તાકાતથી ભરી દેશે. અને રોગોનો ખતરો દૂર કરશે.
પોષક તત્વોનો છે ભંડાર - કાજુને પોષક તત્વોનું પાવર હાઉસ કહી શકાય. કાજુમાં વિટામિન, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ, હેલ્ધી ફેટ સહિતના ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. એક રિપોર્ટ અનુસાર, 30 ગ્રામ કાજુમાં 165 કેલરી હોય છે. પ્રોટીન 4 ગ્રામ, ફેટ 14 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 9 ગ્રામ, ફાઈબર 1 ગ્રામ અને શુગર 1 ગ્રામ છે. તેમાં મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ સહિત ઘણા સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે.
કોલેસ્ટ્રોલ ઓછું કરે - કાજુનું ઓછી માત્રામાં નિયમિત સેવન બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અમુક અંશે મદદ કરી શકે છે. આ વાત એક રિસર્ચમાં સામે આવી છે. કાજુમાં મોટાભાગનું ફેટ સ્ટીઅરિક એસિડમાંથી આવે છે, જે બ્લડ કોલેસ્ટ્રોલ પર ન્યૂટ્રલ ઇમ્પેક્ટ કરે છે. દરરોજ કાજુનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યામાં રાહત મળે છે. જો કે, કાજુમાં કેલરી વધુ હોય છે અને તેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
હાર્ટ ડિસિઝનું જોખમ ઘટાડે છે - એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવા ઉપરાંત કાજુ હાર્ટ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. કાજુમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તે હાર્ટ ડિસીઝને રોકવામાં મદદ કરે છે. પર્યાપ્ત મેગ્નેશિયમનું સેવન ઇસ્કેમિક હાર્ટ ડિસિઝનું જોખમ ઘટાડી શકે છે, જે મોટાભાગે ત્યારે થાય છે જ્યારે હૃદયને પૂરતું લોહી મળતું નથી.
સ્ટ્રોકનું જોખમ ઘટાડે- કાજુમાં રહેલુ મેગ્નેશિયમ સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. સ્ટ્રોક એ જીવલેણ સ્થિતિ છે, જેમાં લોકોના મગજમાં પૂરતા પ્રમાણમાં લોહી પહોંચતું નથી અને સેલ્સ ડેમેજ થવા લાગે છે. જેના કારણે લોકોને લકવો થઈ જાય છે અને તેમનું અડધું શરીર કામ કરવાનું બંધ કરી દે છે. સ્ટ્રોકથી દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે.
ડાયાબિટીસ થાય છે કંટ્રોલ - ખાસ વાત એ છે કે ડાયાબિટીસના દર્દીઓ પણ કાજુનું સેવન કરી શકે છે. કાજુમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે, ખાસ કરીને અન્ય સામાન્ય નાસ્તાની સરખામણીમાં તેની માત્રા ઘણી ઓછી હોય છે. તે બ્લડ સુગર પર વધુ અસર કરતું નથી, જે ટાઇપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઘણા રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે કાજુ ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે.