Connect Gujarat
આરોગ્ય 

કોલેસ્ટ્રોલ વધવાથી શરીર આપે છે તમને અનેક સંકેતો, ભૂલથી પણ ના કરતાં તેને નજરઅંદાજ….

આજના સમયમાં લોકોની બીઝી લાઈફ સ્ટાઇલના કારણે કસરત માટે સમય મળતો નથી અને તેમ છતાં ઓઇલી ફૂડનું સેવન કરવું છે.

કોલેસ્ટ્રોલ વધવાથી શરીર આપે છે તમને અનેક સંકેતો, ભૂલથી પણ ના કરતાં તેને નજરઅંદાજ….
X

આજના સમયમાં લોકોની બીઝી લાઈફ સ્ટાઇલના કારણે કસરત માટે સમય મળતો નથી અને તેમ છતાં ઓઇલી ફૂડનું સેવન કરવું છે. ઓઇલી ફૂડનું વધુ પડતું સેવન કરવાથી લોહીમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાના કારણે હાઇ બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક, ત્રિપલ વેસલ ડીસીસ વગેરે થાય છે. તમે બ્લડ ટેસ્ટની મદદથી શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલનું લેવલ જાણી શકો છો. અનેક વાર હાઇ કોલેસ્ટ્રોલના કારણે શરીરમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તે સમયે પગમાં તકલીફ થવા લાગે છે. અને આ વોકિંગ સાઈનને ઓળખવા ખૂબ જ જરૂરી બને છે, જે આગળ જતાં જીવલેણ સાબિત થાય છે.

પગના આ લક્ષણોને નજરઅંદાજ ના કરવા…..

1. શરીરમાં હૈ કોલેસ્ટ્રોલના કારણે શરીરની નસો બ્લોક થવા લાગે છે. પગની નસો સાથે પણ આ પ્રકારે થાય છે. જેના કારણે શરીરના નીચેના અંગો સુધી ઑક્સીજન નથી પહોચી શકતો. અને ખૂબ જ દુખાવો થાય છે.

2. ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે તો પગમાં ક્રેમ્પ્સ પાડવા લાગે છે. અનેક વાર રાતે સૂતા સમયે પગમાં દુખાવો થવા લાગે છે. થોડી વાર ઊભા થઈ જવાથી બ્લડ ફ્લો યોગ્ય પ્રકારે થાય છે. અને પગની તકલીફ દૂર થાય છે.

3. કોલેસ્ટ્રોલ વધવાના કારણે પગ અને નખનો કલર ચેન્જ થઈ જાય છે. પગ ને નખ પીળા પાડવા લાગે છે અને પગ સુધી લોહી ના પહોચવાના કારણે આ પ્રકારે થાય છે.

4. પગ ઠંડા પાડવા તે એક સામાન્ય બાબત છે પરંતુ ગરમી અને સામાન્ય તાપમાનમાં પણ પગ ઠંડા પાડવા લાગે તો તે ખતરાની નિશાની છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

Next Story