મોટાભાગના લોકો શિયાળામાં વજન વધવાની ચિંતા કરતાં હોય અને બીજી તરફ શરીર સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ખોરાક અને જિમ,યોગા વગેરે કરતાં હોય છે. ત્યારે શિયાળામાં સવારની શરૂઆત આ હેલ્ધી ડ્રિંક્સ પીને પણ કરી શકાય છે. પરંતુ તેનું શારીરિક પરિણામ એ છે કે ઓછી શારીરિક પ્રવૃત્તિને લીધે, આપણું વજન ઝડપથી વધે છે, પરંતુ શિયાળામાં વધતા વજનનો સામનો કરવાની ઘણી રીતો છે. આમાંથી એક છે 'ડિટોક્સ ડ્રિંક્સ'.
1. આદુ અને ફુદીનાનું પાણી :-
આપણે બધા જાણીએ છીએ કે આદુ આપણને વિવિધ સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે, ખાસ કરીને શિયાળામાં.વજન ઘટાડવું તેમાંથી એક છે. તેને ફુદીના સાથે ભેગું કરો અને તમારી પાસે પ્રેરણાદાયક ચરબી-બર્ન પીણું છે. એક ગ્લાસ પાણીમાં આદુનો નાનો ટુકડો નાખો. ફુદીનાના કેટલાક પાન નાંખો અને થોડા કલાકો માટે છોડી દો. અને સવારે આ પીણું પી શકાય છે.
2. લીલી ચા અને લીંબુ :-
શિયાળામાં એટલે કે આ ઠંડીવાળી ઋતુમાં સવારના સમયે ગ્રીન ટી અને લીંબુ મિક્સ કરીને પિતા હોય છે.તેનાથી વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે. સવારે એક ગ્લાસ હુફાળા પાણીમાં ગ્રીન ટી અને તેમાં લીંબુ મિક્સ કરીને પી શકાય છે.
3. જીરું પાણી :-
જીરું પાણી એ એક એવું પીણું છે જે તમારા ઝડપી વજન ઘટાડવા માટે વધારે ફાયદાકારક છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરું નાખીને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે ઉઠ્યા બાદ પાણીને ગાળી લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ભેળવીને ખાલી પેટ પીવો. આ ડિટોક્સ વોટર વધારાની કેલરી સાથે ઝેરી તત્વોને બહાર કાઢશે.
4. મેથીના દાણાનું પાણી :-
મેથીના દાણાનું પાણી વજન ઘટાડવા માટે એક આદર્શ ડિટોક્સ પીણું માનવામાં આવે છે. આ પીણું ડાયાબિટીસમાં પણ ઘણું સારું છે. તેનાથી મેટાબોલિઝમ પણ સુધરે છે