આ પાંચ લક્ષણો આપે છે ખરાબ માનસિક સ્વાસ્થ્યના સંકેત, અવગણશો નહીં નહિતર પછતાવાનો વારો આવશે
માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાનો એક સૌથી મોટો સંકેત છે કે કોઈ પણ કામમાં મન ના લાગવું. એકાગ્રતામાં મુશ્કેલી આવે છે

સ્વસ્થ જીવન જીવવા માટે શારીરક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારું હોવું એટલુ જ જરૂરી છે. પરંતુ મોટાભાગની મહિલાઓ ઘર કામ અને ઓફિસના કામમાં એટલી બધી વ્યસ્ત થઈ જતી હોય છે કે તેઓ પોતાનું ધ્યાન રાખી શક્તી નથી. દરમિયાન મહિલાઓને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય સામે પણ ઝઝૂમવું પડે છે. મુશ્કેલીઓ હોય છે પણ ઘણી વખત આનો અંદાજો પણ નથી હોતો. તો અમુક સંકેતો જણાવે છે કે મહિલાઓ માનસિક સ્વાસ્થ્ય સામે ઝઝૂમી રહી છે.
એકાગ્રતામાં તકલીફ:-
માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાનો એક સૌથી મોટો સંકેત છે કે કોઈ પણ કામમાં મન ના લાગવું. એકાગ્રતામાં મુશ્કેલી આવે છે. મહિલાઓ ઘરનું કામ યોગ્ય રીતે કરી શક્તી નથી. અને જો તે ઓફિસે જાય છે તો ત્યાં પણ તે કામમાં પૂરું ધ્યાન આપી શક્તી નથી. ઘર હોયકે ઓફિસ દરેક કામમાં ભૂલો આવે છે.
વસ્તુઓને મૂકીને ભૂલી જવું:-
વસ્તુઓને મૂકીને ભૂલી જવું એ પણ ખરાબ સ્વાસ્થયનો સંકેત છે. ક્યારેક એવું થવું સ્વાભાવિક છે પરંતુ વારંવાર જો આવું થાય તો તે ગંભીર બાબત છે. આ સમસ્યાને અવગણવી જોઈએ નહિ.
દુખી રહેવું:-
હંમેશા દુખી રહેવું એ પણ માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાનો સંકેત આપે છે. ઘણી વાર જો તમે પરિવાર કે મિત્રો સાથે પણ સમય પસાર કરતી વખતે પણ જો તમે ખૂસ નથી તો સમજી જાવ કે તમે તણાવમાં જીવો છો.
રાત્રે ઊંઘ ના આવવી:-
રાતે ઊંઘ ના આવવી એ પણ એક પ્રકારનું માનસિક જ કહેવાય. જો સુવા ને જાગવાની ટેવમાં પરીવર્તન થઈ રહ્યું હોય, જો તમે રાતે વારંવાર ઉઠતાં હોય, મોડી રાત સુધી ઊંઘના આવવી કે પછી સવારે મોડે સુધી સૂઈ રહેવું આ બધા ખરાબ માનસિક સ્વાસ્થયના લક્ષણો છે.
ભોજનની ટેવમાં પરિવર્તન:-
વધુ ખાવું કે પછી ખૂબ ઓછું ખાવું એ પણ એક પ્રકારનું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી તેવું જ બતાવે છે. જો આવું તમારી સાથે થઈ રહ્યું છે તો તમારે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
ગુસ્સો કે ચીડિયાપણું:-
નાની નાની વાત પર તમને ચીડિયાપણું થઈ જાય કે ગુસ્સો આવવા લાગે કે પછી તમે રડવા લાગો આ પણ ખરાબ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા જ લક્ષણો છે.