હદયની બ્લોક નળીઓ ખોલી દેશે આ એક આસન, હાર્ટ એટેકના દર્દીઓ જરૂર કરે આ યોગાસન મળશે રાહત...

જંક અને ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો ઘરનું રાંધેલું ભોજન ખૂબ જ ઓછું ખાઈ છે અને તેના કારણે શરીરમાં પોષકતત્વોનો ખામી જોવા મળે છે.

New Update
હદયની બ્લોક નળીઓ ખોલી દેશે આ એક આસન, હાર્ટ એટેકના દર્દીઓ જરૂર કરે આ યોગાસન મળશે રાહત...

આજકાલની ઝડપી અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જંક અને ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો ઘરનું રાંધેલું ભોજન ખૂબ જ ઓછું ખાઈ છે અને તેના કારણે શરીરમાં પોષકતત્વોનો ખામી જોવા મળે છે. પરિણામે લોકો ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હદયને લગતી અનેક સમસ્યાથી પીડાતા હોય છે. હાર્ટને લગતી સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. હદયની નસો જામ થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. તેથી આ 4 આસનો જે તમારી હદયની નસોને ખોલી દેશે.

Advertisment
" max-width="100%" class="video-element note-video-clip" height="360">

હાર્ટ બ્લોકેજ માટે બેસ્ટ યોગાસન :

અનુલોમ-વિલોમ - હાર્ટ બ્લોકેજમાં અનુલોમ-વિલોમ યોગાસન કરવાથી ફાયદો મળશે. તેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. પેટ મજબૂત બને છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.

ધનુરાસન - આ આસન કરવાથી તમારા હૃદયની બ્લૉક નસો પણ ઢીલી થઈ જશે. તેનાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ જળવાઈ રહેશે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઘટે છે.

પશ્ચિમોત્તનાસન - આ એક્સરસાઈઝ તમારા પાચનતંત્રને સુધારે છે. તેની નિયમિત પ્રેક્ટિસ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. હૃદયની અવરોધિત નસો ખોલવામાં પણ પશ્ચિમોત્તનાસન મદદ કરે છે.

ભુજંગાસન - આ આસન તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આના નિયમિત અભ્યાસથી પેટ સંબંધિત રોગો પણ દૂર થાય છે. તેનાથી કબજિયાતની સમસ્યા થતી નથી.

Advertisment
Read the Next Article

સિંગાપોર હોંગકોંગ બાદ ભારતમાં પણ કોરોનાનો પગપેસારો,આરોગ્ય વિભાગ સજ્જ

કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે..

New Update
Corona virus

સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશતની લાગણી છે. કોરોનાનો JN.1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે.

Advertisment

કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. એક અઠવાડિયાની અંદર જ રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે. જો કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ પણ થયું છે. જો કે વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે.2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11 હજારથી વધુના મોત થયા છે. ત્યાર હવે ગુજરાતનું તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ગયું છે અને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાય છે.જે 95 એક્ટિવ કેસ છે,તો પછી બીજા નંબરે તમિલનાડુ 66 એક્ટિવ કેસ સાથે છે. આ લિસ્ટમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. ફરી એકવાર કેરળતમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે.

Advertisment