લીચી ઉનાળામાં મળતું એક રસદાર ફળ છે. તે વિટામિન સી, કોપર અને કેલ્સિયમથી ભરપૂર હોય છે. લોકો સામાન્ય રીતે લીચિનુ સેવન સલાડ અથવા તો કોઈ કોઈ જ્યુસના સ્વરૂપમાં કરે છે. પરંતુ તમે કયારેય લીચીની સ્મૂધી ટ્રાઈ કરી છે? જો નહીં તો આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ, લીચીની સ્મૂધી. ઉનાળામાં લીચીની સ્મૂધી પીવાથી તમે ડિહાઈડ્રેશનથી બચી શકો છો. એટલુ જ નહીં લીચી તમારા હદય માટે પણ એટલી જ ફાયદાકારક છે. જાણો તેને બનાવવાની રેસેપી.....
લીચી સ્મૂધી બનાવવા માટેની સામગ્રી
1 કપ લીચી
1 નંગ પાઈનેપલ
દૂધ ½ કપ
ઠંડુ પાણી ¼ કપ
¼ કપ છીણેલું નારિયેળ
મેપલ સિરપ 1 ચમચી
લીચી સ્મૂધી બનાવવાની રીત
· લીચી સ્મૂધી બનાવવા માટે સૌ પ્રથમ લીચીને સારી રીતે ધોઈ નાખો.
· પછી તેને છોલીને પલ્પ કાઢી લો. હવે તેને બ્લેન્ડરમાં નાખો.
· આ પછી બ્લેન્ડરમાં દૂધ અને પાઈનેપલનો ટુકડો નાખો ત્યાર બાદ તેમાં ઠંડુ પાણી ઉમેરો.
· પછી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો.
· આ પછી તેમાં મેપલ સિરપ અને છીણેલું નારિયેળ ઉમેરો.
· તો તૈયાર છે એનર્જીથી ભરપૂર લીચી સ્મૂધી
· હવે તેને એક ગ્લાસમાં કાઢી તેના પર પાઈનેપલ ના ટુકડા અને લીચીના ટુકડા નાખી ગાર્નિશ કરો.