ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત આપશે આ ઘરે બનાવેલું શરબત, મૂડ પણ રહેશે ફ્રેશ

રાજ્યમાં આગજરતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે લોકો ઠંડક મેળવવા અનેક ઉપાયો કરતાં હોય છે.

New Update
ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત આપશે આ ઘરે બનાવેલું શરબત, મૂડ પણ રહેશે ફ્રેશ

રાજ્યમાં આગજરતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે લોકો ઠંડક મેળવવા અનેક ઉપાયો કરતાં હોય છે. આ માટે તમે બહારના પીણાં કરતાં ઘરે જ શરબત બનવી શકો છો. જે તમને ઠંડક આપે છે અને મહેમાનોના સ્વાગત માટે પણ સારું સાબિત થાય છે. તમે ઘરે પાન ગુલકંદ સરબત બનાવી શકો છો. જે ઘરે આસાની થી બની જતું હોય છે. તેનાથી તમે એનર્જેટીક રહો છો. પાન પહેલાના સમયથી ઉપયોગ માં લેવાય છે. તેના સેવનથી પાચનતંત્ર સારું રહે છે અને તમે ડાયાબિટિસને પણ કંટ્રોલમાં કરી શકો છો. તો જાણો કઈ રીતે સરળતાથી ઘરે આ શરબત બનાવી શકાય છે.

સામગ્રી

10 પાનના પાન

4 ચમચી ગુલકંદ

4 કપ ઠંડુ દુધ

7 થી 8 બદામ

7 થી 8 પિસ્તા

2 ચમચી મધ

½ કપ આઇસક્યુબ

બનાવવાની રીત

પાન - ગુલકંદ શરબત બનાવવા માટે સૌ પ્રથમ પાન લો. તેને થોડીવાર પાણીમાં રાખો અને સારી રીતે ધોઈ લો. આ પછી પાનની દાંડીઑ કાઢીને તેના નાના નાના ટુકડા કરો. પાનને મિકસરમાં નાખો અને પેસ્ટ બનાવો. તેમાં તમે 1 થી 2 ટી સ્પૂન પાણી ઉમેરી પીસી લો. તૈયાર થયેલ પેસ્ટને એક બાઉલમાં કાઢો. આ પછી ડ્રાયફૂટ્સ ને સારી રીતે પીસી લો. હવે પેસ્ટની સાથે દૂધને મિક્સ કરો અને તેમાં ડ્રાયફૂટ્સની પેસ્ટ, મધ અને ગુલકંદને સારી રીતે મિક્સ કરો થોડી વાર માટે તેને ફ્રીજમાં રહેવા દો. તાજગીથી ભરપૂર ચિલ્ડ પાન-ગુલકંદ શરબત બનીને તૈયાર થઈ જશે. તમે આ શરબતને સર્વિંગ ગ્લાસમાં ભરો અને ઉપરથી આઇસ ક્યૂબ ઉમેરી સર્વ કરો.    

Latest Stories