આ મિલેટના છે અનેકગણા ફાયદાઓ, આ નાના દેખાતા દાણા કેન્સર સહિત હાર્ટની બીમારીઓથી રાખશે તમને દૂર.....

સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ વર્ષે એટલે કે 2023ને ઈંટરનેશનલ ઈયર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે

New Update
આ મિલેટના છે અનેકગણા ફાયદાઓ, આ નાના દેખાતા દાણા કેન્સર સહિત હાર્ટની બીમારીઓથી રાખશે તમને દૂર.....

સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ વર્ષે એટલે કે 2023ને ઈંટરનેશનલ ઈયર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે એટલે કે મોટા અનાજનું વર્ષ. મોટા અનાજમાં મુખ્ય રીતે 5 અનાજ સામેલ કર્યા છે. તેમાં કોદરી મુખ્ય છે. કોદરી આકારમાં નાના અને ગોળ મટોળ દાણા હોય છે, પણ તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. કોલેસ્ટ્રોલથી લઈને બ્લડ શુગર પણ ઘટાડવામાં અમૃત સમાન છે. આવો જાણીએ કોદરી મિલેટના ફાયદા વિશે...

1. કેન્સરના જોખમને ઘટાડે

કોદરીમાં ફેનોલિક એસિડ સાથે સાથે ટેનિન અને ફાયટેટ્સ હોય છે, જે એન્ટી ન્યૂટ્રેંટ્સની માફક વ્યવહાર કરે છે. તે કોલોન અને બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડે છે.

2. ઇન્સ્યુલીન વધારશે

ન્યૂટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ ઈંસ્ટાગ્રામ પર જણાવ્યું છે કે, કોદરી પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં કેટલા પ્રકારના વિટામિન, મિનરલ્સ અને ફાયટોકેમિકલ્સ હોય છે. તેમાં 8.3 ટકા પ્રોટીન અને 9 ટકા ફાઈબર હોય છે. તેમાં ફેનોલિક એસિડ હોય છે, જે પૈંક્રિયાઝમાં એમાઈલેઝને વધારે છે, જે ઈંસુલિનના પ્રોડક્શનને પ્રોત્સાહિત કરે છે. તેમાં બ્લડ શુગર નથી વધતું

3. હાર્ટ અટેકનો ખતરો

મોટાપા, સ્મોકિંગ, ખોટી ખાન-પાનની લત અને ગતિહીન એક્ટિવિટીના કારણે હાર્ટ અટેક અને સ્ટ્રોકનો ખતરો વધે છે. આ ખોટી આદતોના કારણે હાર્ટના મસલ્સમાં જે સ્ટ્રેન પડે છે અને જે ફ્રી રેડિકલ્સ બને છે, કોદરીના સેવનથી આ ગંદી ચીજોને સાફ કરે છે. તેનાથી હાર્ટ અટેકનું જોખમ ઘટી જાય છે.

4.

મૂડને બૂસ્ટ કરે

કોદરી મિલેટમાં લેસીથિન નામનું કંપાઉડ જોવા મળે છે, જે નર્વસ સિસ્ટમને બૂસ્ટ કરે છે. તેનાથી મૂડ ઠીક કરે છે અને મગજ પર તણાવ નથી રહેતું.

5.

સ્કિન માટે ફાયદો

કોદરી મિલેટમાં કેટલાય પ્રકારના એન્ટીઓક્સિડેંટ્સ અને ફેનોલિક એસિડ જોવા મળે છે. આ ઉપરાંત ફ્લેવેનોઈડ પણ જોવા મળે છે. આ બધુ મળીને ફ્રી રેડિકલ્સને શરીરથી દૂર રાખે છે. ફ્રી રેડિકલ્સ ઓછું હોવાના કારણે સ્કિનથી ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઓછા થાય છે. આ બધાથી સ્કિનમાં જે સેલ્સ ડેમેજ હોય છે, તેની ભરપાઈ તરત થઈ જાય છે. તેનાથી સ્કિનમાં ચમક આવે છે.

Latest Stories