ડાયાબિટીસ એ જડપથી વધતી સમસ્યા છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ ખાણીપીણીના કારણે આ બીમારી લોકોમાં ઝડપથી વધી રહી છે. જોકે દવા અને જુદી જુદી રીતથી તેને કંટ્રોલ કરી શકાય છે. પરંતુ ઘણા એવા દર્દીઓ હોય છે જેનું દવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહી શકતું નથી. આવા લોકોએ તેના ડાયટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. મોટાભાગના શાકભાજીમાં ફળની તુલનામાં સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ શાકભાજીને રાંધ્યા વિના કાચી જ ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કેટલીક શાકભાજી ઓછા સુગર સાથે અન્ય વિટામીન્સથી અને ફાઇબરથી ભરપૂર હોય છે. જે ડાયાબિટીસને કાબુમાં કરે છે.
ટામેટા
ડાયાબિટીસના દર્દી ટમેટાનું સેવન કરી શકે છે. આમાં સુગર હોતી નથી અને નોનસ્ટાર્ચી વેજીટેબલ છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફાયદાકારક છે. સલાડ તરીકે તમે ટમેટાને ખાઈ શકો છો.
પાલક
હાઇ બીપી કંટ્રોલ કરવામાં પાલક મદદરૂપ સાબિત થાય છે. પાલક કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે. જેનાથી બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. વધતાં વજનને ઘટાડવામાં અને કબજિયાત જેવી અનેક સમસ્યાઓમાં પાલક ખૂબ જ અસરકારક નીવડે છે.
બ્રોકલી
બ્લડ સુગર ને કંટ્રોલ કરવા માટે બ્રોકલીનું સેવન ખૂબ જ જરૂરી છે. જેમાં લો ગ્લાયરેમિક ઇંડેક્ષ હોય છે. જે બ્લડ સુગરને વધવાથી રોકે છે. જેમાં હજાર જરૂરી પોષક તત્વો જેવા કે ફાઈબર અને વિટામિન ડાયાબિટીસના દર્દીઓ માટે સારા માનવામાં આવે છે. બ્રોકલીને સલાડની જેમ પણ ખાઈ શકો છો.
કોબીજ
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે કોબીજ પણ ફાયદાકારક સાબિત થાય છે. આને તમે સલાડ તરીકે પણ ખાઈ શકો છો. લો સુગર અને જરૂરી વિટામિન ના કારણે આ બ્લડ સુગરને કંટ્રોલ કરી શકે છે. આમાંથી વિટામિન બી 6, વિટામિન બી, વિટામિન કે અને ફોલેટ મળે છે. ફાઇબરથી ભરપૂર હોવાના કારણે કોબીજ ને ફાયદાકારક માનવામાં આવે છે.