આજે ‘વર્ડ હિમોફિલિયા ડે’ છે, ત્યારે આવો જાણીએ હિમોફિલિયા રોગ શું છે અને તે લોકોને કેવી રીતે અસર કરે છે, જાણો તેના કારણ અને લક્ષણો

લોહીને લગતી બીમારીઓ જે છે તેમાંની એક હિમોફિલિયા છે. મહત્વનુ છે કે, આ રોગ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે.

New Update
આજે ‘વર્ડ હિમોફિલિયા ડે’ છે, ત્યારે આવો જાણીએ હિમોફિલિયા રોગ શું છે અને તે લોકોને કેવી રીતે અસર કરે છે, જાણો તેના કારણ અને લક્ષણો

લોહીને લગતી બીમારીઓ જે છે તેમાંની એક હિમોફિલિયા છે. મહત્વનુ છે કે, આ રોગ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે. જો આ સમસ્યાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો તે જીવલેણ પણ બને છે.

દેશ અને દુનિયામાં લાખો લોકો વિવિધ પ્રકારના રોગોથી પીડાતા હોય છે. જયારે ઘણા લોકો લોહી સંબંધિત રોગોથી પીડાતા હોય છે. જો આપના લોહીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય તો મનુષ્યના સ્વાસ્થ્ય પર ભારે અસર પડે છે. ઘણા કિસ્સાઓમાં આવી સમસ્યા જીવલેણ સાબિત થતી હોય છે. લોહીને લગતી બીમારીઓમાં એક બીમારી છે હિમોફિલિયા. આ રોગ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે. જો આ સમસ્યાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ના આવે તો આ રોગ જીવલેણ બની શકે છે. દર વર્ષે 17 એપ્રિલ ના રોજ ‘વિશ્વ હિમોફિલિયા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

· હિમોફિલિયા થવાનું કારણ શું છે?

આ એક જીનેટીક ડિસઓર્ડર છે. તે વારસાગત કારણોસર થાય છે.સામાન્ય રીતે મધ્યમ વય અને વૃદ્ધ લોકોને આ બીમારી વધુ અસર કરે છે. માણસના જીન માં ફેરફાર થવા ના કારણે લોહી ગંઠાઈ જવા માટે જરૂરી પ્રોટીન મળતું નથી અને હિમોફિલિયાની સમસ્યા સર્જાય છે. જો કોઈ વ્યકતીનો પરંપરાગત ઇતિહાસ હોય, તો તેને આ સમસ્યા થવાનું જોખમ વધુ રહે છે. જો આ રોગને સમયસર સારવાર કરવામાં આવે તો, ઘણી હદ સુધી તેને નિયંત્રિત કરી શકાય છે.

· આ રોગમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું નથી

હિમોફિલિયા એક દુર્લભ રક્ત વિકાર છે. જેના કારણે લોહી યોગ્ય રીતે ગંઠાતું નથી. શરીરમાં પ્રોટીનની ગેરહાજરીને કારણે આવું બનતું હોય છે. જો આ રોગથી પીડિત લોકોને ઇજા થાય તો ઘણું લોહી વહી શકે છે. આ વિકારને કારણે ઘણી વાર રક્તસ્ત્રાવ થઈ શકે છે. હિમોફિલિયા ઘૂંટણ, પગની ઘૂંટી અને કોણીમાં રક્તસ્ત્રાવનું કારણ બને છે. આંતરિક રક્તસ્ત્રાવ તમારા શરીરના અંગો અને પેશીઓને નુકશાન પહોચાડતી હોય છે. અને તે જીવ માટે જોખમી બને છે. એટલા માટે આ રોગ વિષે સાવચેત રહેવાની જરૂર છે.

· હિમોફિલિયાના લક્ષણો

1. સાંધામાંથી લોહી આવવું

2. ત્વચા માંથી લોહી આવવું

3. મોં અને પેઢા માંથી લોહી આવવું

4. રસીકરણ પછી લોહી આવવું

5. પેશાબ અથવા મળમાં લોહી

6. વારંવાર નાક માંથી લોહી પડવું

Latest Stories