ડાયટિંગ અને કસરત બાદ પણ વજન નથી ઘટી રહ્યું? તો સાવધાન, હોય શકે છે આ ગંભીર બીમારી.......

વજન જો એક વાર વધી જાય તો પછી તેને ઘટાડવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયોગો કરતાં હોય છે

New Update
ડાયટિંગ અને કસરત બાદ પણ વજન નથી ઘટી રહ્યું? તો સાવધાન, હોય શકે છે આ ગંભીર બીમારી.......

વજન જો એક વાર વધી જાય તો પછી તેને ઘટાડવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયોગો કરતાં હોય છે, કસરતથી માંડીને ડાયટિંગ સુધી બધુ જ કરતાં હોય છે છતાં પણ અમુક લોકોનો વજન ઘટતો નથી. તો સમજવું કે આ લોકોને કોઈ બીમારી હોય શકે છે. કેટલીક સ્વાસ્થ્યની સમસ્યાઓ છે જે આપણા શરીરના ચયાપચય અને હોર્મોનલ સંતુલનને વિક્ષેપિત કરે છે. જેનાથી વજન ઓછું કરવું મુશ્કેલ બને છે.

PCOS : PCOS એટલે પોલીસિસ્ટીક ઓવરી સિન્ડ્રોમ, જે સ્ત્રીમાં જોવા મળે છે. આ રોગથી પીડાતી મહિલાઓ આહાર અને કસરત કર્યા છતાં પણ પોતાના વજનને ઘટાડી શકતી નથી.

થાઈરૉઈડ : થાઈરૉઈડ એ એક પ્રકારનો હોર્મોનલ ઇંબેલેન્સ રોગ છે. જે લોકોને થાઈરૉઈડ છે તે લોકોને વજન ઘટાડવામાં ખૂબ જ તકલીફ પડે છે. હાઇપરથાઇરોડીઝમ થાઈરૉઈડ હોર્મોન્સના કારણે થતો રોગ છે. જેનાથી વજન ઓછું કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.

કોર્ટીકોસ્ટેરોઈડસ : કોર્ટીકોસ્ટેરોઈડસએ શરીરમાં હજાર હોર્મોન્સનો જ એક પ્રકાર છે. જે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વધુ માત્રમાં ઉત્પન્ન થાય છે. કોર્ટીકોસ્ટેરોઈડસ વધુ માત્રમાં ધરાવતા લોકો સરળતાથી વજન ઉતારી શકતા નથી.        

Latest Stories