Connect Gujarat
આરોગ્ય 

રસોઈમાં વપરાતું કયું તેલ છે સૌથી બેસ્ટ? જાણો શું કહે છે ઓઇલ પર કરાયેલું રીસર્ચ....

રસોઈમાં વપરાતું કયું તેલ છે સૌથી બેસ્ટ? જાણો શું કહે છે ઓઇલ પર કરાયેલું રીસર્ચ....
X

આજના સમયમાં લોકો રસોઈમાં જાત જાતના તેલનો ઉપયોગ કરે છે. આજ કાલ સોયાબીન ઓઇલનો વપરાશ પણ સામાન્ય બન્યો છે. ઘણા લોકો શાક બનાવવાથી લઈને પૂરી તળવા સુધી દરેક વસ્તુમાં સોયાબીનના તેલનો ઉપયોગ કરે છે.

શું તમે જાણો છો કે રસોઈમાં ઉપયોગમાં લેવાતા આ તેલ તમારા સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે. આ ઓઇલ તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સોયાબીન ઓઇલ સ્લો પોઈઝન સમાન છે. સોયાબીન તેલના ઉપયોગથી તમે હાર્ટ બીમારીઓ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો.

· સોયાબીન ઓઇલ પર થયેલું રિસર્ચ શું કહે છે જાણો.....

એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે સોયાબીન તેલથી થતાં નુકશાન અંગે જણાવ્યુ હતું કે સોયાબીન તેલથી ભરપૂર ડાયટમાં હેલ્ધી બેક્ટેરિયા ઓછા અને હાનિકારક બેક્ટેરિયા વધુ હોય છે. આ બેક્ટેરિયા આગળ જતાં ઇન્ફલેમેટ્રી બાઉલ ડીસીઝ અને કોલાઈટિસનું કારણ બને છે.

· કેમ હોય છે ખતરનાક ?

નિષ્ણાંતો કહે છે કે સોયાબીન તેલમાં લીનોલીક એસિડ હોય છે, જે આપણા હેલ્થને નુકશાન પહોચડે છે. કોઈ પણ વ્યકતી એક થી બે ટકા લીનોલીક એસિડનું સેવન કરે છે, પરંતુ સોયાબીન તેલમાં તેની માત્રા વધુ હોય છે. તેના લીધી તમારા માઈક્રોબાયોમ પર ખરાબ અસર થાય છે. સોયાબીન તેલ ખાવાથી મેદસ્વીતા, ઓટોઝમ, અલ્ઝઇમર અને ડિપ્રેસન જેવા રોગોની સમસ્યાઓ ઉદભવી શકે છે.

· તો પછી ક્યુ તેલ છે સ્વાસ્થ્ય માટે બેસ્ટ?

શરીર માટે સેચ્યુરેટેડ ફેટ નુકશાનકારક સાબિત થાય છે. રસોડામાં હંમેશા એ જ તેલનો ઉપયોગ કરવો જોઈએ જેમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી હોય છે તે હેલ્થ માટે ફાયદાકારક હોય છે. આ ઉપરાંત તમે સરસવનું તેલ પણ વાપરી શકો છો. તેમાં તમને સ્મેલ આવે પણ તે સ્વાસ્થ્ય માટે સારું છે. એ વાતનું ધ્યાન રાખવાનું કે જમવાનું બનાવવા માટે કોઈ રિફાઈન્ડ ઓઇલનો ઉપયોગ ના કરવો જોઈએ.

Next Story