ડાયાબિટીસની ચિંતાથી હવે મળશે રાહત, આયુર્વેદિક જડીબુટ્ટીથી 3 રીતે સેવન કરી મેળવી શકો છો લાભ

ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને જળમૂળથી દૂર કરવી મુશ્કેલ છે. પરંતુ આ બીમારીમાં કેટલાક આયુર્વેદિક ઉપાય બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

ડાયાબિટીસની ચિંતાથી હવે મળશે રાહત, આયુર્વેદિક જડીબુટ્ટીથી 3 રીતે સેવન કરી મેળવી શકો છો લાભ
New Update

ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને જળમૂળથી દૂર કરવી મુશ્કેલ છે. પરંતુ આ બીમારીમાં કેટલાક આયુર્વેદિક ઉપાય બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ આયુર્વેદિક ઉપાય કરવાથી ડાયાબિટીસના રોગીઓની તબિયત સારી રહે છે અને અન્ય બીમારી થવાનું જોખમ રહેતું નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનીએ તો ડાયાબિટીસમાં ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્રિફળા ચૂર્ણને ત્રણ રીતે ખાઈ શકાય છે. ત્રિફળા ચૂર્ણ ને કાળી હરડે, બહેડા અને આમળા સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ ત્રણેય વસ્તુનું સંયોજન બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

દેશી ઘી સાથે ત્રિફળા

સૌથી પહેલા એક ચમચી દેશી ઘી લેવું અને તેમાં ત્રિફળા મિક્સ કરવો. આ મિશ્રણને ગરમ પાણી સાથે લેવું. તેને લેવાથી આંતરડામાં જામેલું લેયરિંગ ક્લીન થાય છે. શરીરમાં જામેલા હાનિકારક પદાર્થ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને શરીર ડિટોક્સીફાય થાય છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.

છાશમાં ઉમેરીને પીવું

ત્રિફળાને છાશમાં ઉમેરીને પણ પી શકાય છે તેનાથી પણ ફાયદો થાય છે. આ નુસખો દાદી નાનીના સમયથી અમલમાં મૂકવામાં આવે છે. તેનાથી મેટાબોલિઝમ સુધરે છે અને ડાયજેશન દૂરસ્ત રહે છે. ડાયાબિટીસના દર્દીએ જમ્યા પછી એક ગ્લાસ છાશમાં એક ચમચી ત્રિફળા ઉમેરીને પીવું જોઈએ.

ત્રિફળાનો કાઢો

ત્રિફળાનો કાઢો બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દી માટે તે વધારે લાભકારી છે. તેના માટે રાત્રે લોઢાના વાસણમાં એક કપ પાણીમાં એક ચમચી ત્રિફળા મિક્સ કરી રાખી દેવું. સવારે જે પેસ્ટ તૈયાર થઈ હોય તેને પાણી અને મધ મિક્સ કરીને પી જવું. રોજ ખાલી પેટે આ રીતે ત્રિફળા લેવાથી બ્લડ સુગર મેન્ટેન રહે છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Health Tips #Diabetes #Ayurvedic herbs #anxiety
Here are a few more articles:
Read the Next Article