• લખતર-વિરમગામ હાઈવે પર સર્જાયો અકસ્માત

  • ટ્રક ચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લીધું

  • ભયાનક અકસ્માતમાં 6થી વધુના મોત

  • મૃતક તમામ ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો

  • પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી   

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 6થી વધુ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 6થી વધુ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.આ અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતાત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસારટ્રક ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.