રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે અને આગામી ત્રણ દિવસ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેમાં આજે નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, દિવ, કચ્છ, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે નવસારી, વલસાડ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

10 જુલાઈએ ભરૂચ, સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 60 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 8.25 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 6.74 ઈંચ સાથે ચોમાસાની સિઝનનો 20 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં ગુરૂવારે 15 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ જ્યારે 45 તાલુકામાં એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.