ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્લેઓફ મેચો હાલમાં ભારતમાં ચાલી રહી છે. તેથી આ દરમિયાન ICCએ નવી ICC ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર છે. બેટ્સમેનોની રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ ટોપ-10માં છે.

 રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે. તેના 385 પોઈન્ટ છે. તેના પછી રવિચંદ્રન અશ્વિન છે જેમના 341 પોઈન્ટ છે. IPLમાં રમી રહેલ જેસન હોલ્ડર ત્રીજા નંબર પર છે જેના 336 પોઈન્ટ છે. ઓલરાઉન્ડર ઉપરાંત બોલરોની રેન્કિંગ પર નજર કરીએ તો ટોપ-5માં પાંચ ભારતીય નંબર-2 પર રવિચંદ્રન અશ્વિન અને નંબર-3 પર જસપ્રિત બુમરાહ છે.